સુરત કામરેજ વિસ્તારમાં લાભાર્થીઓને નવા પ્રિન્ટ કરાયેલા આયુષ્માન પીવીસી કાર્ડનું વિતરણ કરવામાં આવશે.
તા. 17મી ઓક્ટોબરના રોજ રાજ્યવ્યાપી કાર્યક્રમો હેઠળ મા-આયુષ્માન યોજના(PMJAY-MA) કાર્ડના 50 લાખથી વધુ લાભાર્થીઓને નવા પ્રિન્ટ કરાયેલા આયુષ્માન પીવીસી કાર્ડનું વિતરણ કરવામાં આવશે. કાર્ડ વિતરણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાશે. જેના ભાગરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરત જિલ્લાના ૯ તાલુકામાં લાભાર્થીઓને પણ મા-આયુષ્માન યોજના કાર્ડ અર્પણ સમારોહ યોજાશે.