સુરત જિલ્લાના માંગરોળ ઝંખવાવ ખાતે ભગવાન બિરસા મુંડા ની ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા આજરોજ તેના ચોથા દિવસે વ્યારા થી શરૂ કરીને વિવિધ વિસ્તારોમાં થઈને માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે પહોંચી હતી ઝંખવાવ ખાતે યોજાયેલી જાહેર સભામાં આઠથી દસ હજારની જંગીજન મેદની ઉમટી પડી હતી. આ સભામાં ખાસ પધારેલા મહેમાનો કેન્દ્રના આદિજાતિ વિભાગના મંત્રી શ્રીમતી રેણુકા સિંઘ ઉપરાંત દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર સ્થાનિક સાંસદ પ્રભુભાઈ વસાવા માંગરોળના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી તથા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ગણપતભાઈ વસાવા ભાજપા ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણા વાળા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ હર્ષદભાઈ વસાવા તથા મહામંત્રી અર્જુનભાઈ ચૌધરી ભાજપમાં સુરત જિલ્લાના પ્રમુખ સંદીપભાઈ દેસાઈ તથા ત્રણેય મહામંત્રીઓ મધ્યપ્રદેશની પધારેલા જશવંતસિંહ દરબાર તથા ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહેમાનોનો સ્થાનિક આગેવાનોએ બેન્ડવાજા પુષ્પવૃષ્ટિ તથા ફટાકડા ફોડીને ભવ્ય સ્વાગત કર્યું હતું આ વિસ્તારના વિવિધ સમાજો વસાવા સમાજ ચૌધરી સમાજ લઘુમતી સમાજ પરપ્રાંતિય સમાજ કોળી પટેલ સમાજ ક્ષત્રિય સમાજ ભરવાડ સમાજ દલિત સમાજ પ્રજાપતિ સમાજ આહિર સમાજ તથા અન્ય સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.