ગાંધીનગર જિલ્લાના રખિયાલ પોલીસ સ્ટેશનના બે હેડ કોન્સ્ટેબલ રાજસ્થાનના ઉદેપુર લાંચ લેવા પહોંચ્યા હતા. પ્રોહીબિશનના કેસમાંથી નામ હટાવવા માટે 1.10 લાખની લાંચ લેવા માટે બંને આરોપી ઉદેપુર પહોંચ્યા હતા. રખિયાલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશ ચૌધરી અને ભરત પટેલ ઉદેપુર એસીબીના હાથે ઝડપાયા છે.
રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં આરોપીનું નામ હટાવવા માટે બંને આરોપીઓ દ્વારા 2 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. અંતે 1.10 લાખ રૂપિયા નક્કી થતાં બંને હેડ કોન્સ્ટેબલ લાંચ લેવા માટે ઉદેપુર પહોંચ્યા હતા. જોકે ઉદેપુર એસીબીએ ટ્રેપ ગોઠવીને બંનેને ઝડપી પાડ્યા હતા, જેમાં ગાંધીનગરના વાસણા ચૌધરી ગામના રહેવાસી મહેશ ગુણવંતભાઈ ચૌધરી અને ભરતભાઈ મણાભાઈ પટેલ લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. ઉદ્દેપુર એસીબીએ બંને આરોપીને ઝડપીને કાર્યવાહી હાથ ધરી હતી.