આમ તો પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે પરંતુ કાયદો અને વ્યવસ્થા શબ્દ એટલો બારીક છે કે તેનો સ્થ્‌ળ અર્થ એવો છે કે, પોલીસનું એક માત્ર કામ એટલે માણસનો જીવ બચાવવો. પોલીસ મેન્યૂઅલ આઈપીસી સીઆરપીસીમાં ભલે આ અંગે કોઈ સ્પષ્ટ સૂચના નથી પરંતુ સિહોરના હેડકોન્સ્ટેબલ ડી ડી લોમાંએ એવું કામ કર્યું જે પોલીસ માટે ઉદાહરણીય બની રહ્યા છે સામાન્ય રીતે ગુંડાઓ સાથે મારધાડ કરતી પોલીસની ખાખી વર્દી પાછળ પણ એક માણસ છૂપાયેલો હોય છે જેની બહુ જવલ્લે જ લોકોને ખબર પડતી હોય છે. રાજપરા ખોડિયાર મંદિર ખાતે દર રવિવારે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ યાત્રાળુઓ દર્શને આવતા હોઈ છે અહીં કાયદો વ્યવસ્થા માટે પોલીસ સતત બંદોબસ્તમાં જાળવતી હોઈ છે કોઈ યાત્રાળુ ને તકલીફ ન પડે તે માટે નાગરિક સુવિધા કેન્દ્ર પણ ઊભું કરવામાં આવેલું છે આજે રવિવારે સિહોર પોલીસના હેડ કોન્સ્ટેબલ ડી.ડી.લોમા અને સ્ટાફ ફરજ હતો તે બંદોબસ્ત દરમિયાન ડિડી લોમાને જાણકારી મળી કે ભાવનગરના રહીશ વયોવૃદ્ધ વામનભાઈ કરશનભાઇ જેઓના દીકરા એ સામાન્‍ય ઠપકો આપતાં તેને લાગી આવતા રાજપરા ખોડિયાર મંદિરના તળાવમાં પડી આપઘાત કરવા માટે પોહચ્યા છે જે જાણકારી બાદ હેડકોન્સ્ટેબલ ડી ડી લોમા અને સ્ટાફ ખોડીયાર તળાવ ખાતે જઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી આજુબાજુ વિસ્તારોમા સતત તપાસ અને પેટ્રોલિંગ કરી વામનભાઈને શોધી કાઢી ખોડિયાર આઉટ પોસ્ટ ખાતે લાવી ચાપાણી નાસ્તો કરાવી વૃદ્ધપાસેથી ઘટનાની હકીકત જાણી સાંત્વતા આપી પરિવારને રૂબરૂ બોલાવીને પોલીસ દ્વારા પરિવારને સાથે રાખી પોલીસ વાહનમાં વૃદ્ધ વામનભાઈને પોતાના ઘરે સમજાવટ સાથે હેમખેમ મોકલી આપ્યા હતા ત્યારે વૃદ્ધ વામનભાઈનો પરિવાર જ નહીં અમે પણ કહીએ છીએ થેન્ક યુ પોલીસ.