અમરેલી જિલ્લા નાં અમરેલી કુકાવાવ વડીયા ૯૫ વિધાનસભા નાં આપ પાર્ટીના ભાવિ ઉમેદવાર લાલભાઈ બોદર ને સાંપડી રહ્યું છે જનસમર્થન
લાલભાઈ બોદરની વર્ષો જુની સેવાઓ અને તેમનાં બોલતા કામનું પરિણામ કહો કે જે કહોતે!!આજે પોતાના નામ ને મળી રહ્યું છે પ્રચંડ જન સમર્થન.
૯૫ અમરેલી કુંકાવાવ વડીયા વિધાનસભાનાં
શેડુભાર ગામે જઇ ને જાહેર જંગી સભા લાલભાઇ તેમનાં કાર્યકરો એ ગજવી હતી.
અને સાથો સાથ સંભવિત ઉમેદવાર લાલભાઈ બોદર
તેમજ "આપ" પાર્ટીના સનિષ્ઠ કાર્યકર સુધીરભાઈ અમરેલીયા અને નયનાબેન દ્વારા
શેડુભાર ગામમાં ડોર ટુ ડોર આમ આદમી પાર્ટીનો પ્રચાર પ્રસાર અને આગામી દિવસો માં આવનારી પ્રોજેક્ટર જન સંવાદ મીટીંગ માં પધારવા આમંત્રણ પણ આપવામાં આવ્યુ હતું.જેમા શેડુભાર ગામના
પ્રકાશભાઈગજેરા ,દીપકભાઈશેલડીયા, કલ્પેશભાઈ પડસાળા,કાળુભાઈ ખુમાણ,અશોકભાઈ મકવાણા,
વગેરે કાર્યકર્તાઓ ગ્રામજનો ભાઈઓ, બહેનો પણ મોટી સંખ્યાંમાં જોડાયાં હતાં અને ખુબજ સહકાર આપેલ હતો. અને સંભવિત ઉમેદવાર લાલભાઈ બોદર ના વરદ હસ્તે ત્રીસેક જેટલા યુવાનોએ વિધિવતરિતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અને
નવા જોડાયેલા યુવાનોએ જોશમાં આવીને લાલભાઈ બોદર તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા પણ લગાવેલા હતા અંતમાં
લાલભાઈ બોદરે નવા જોડાયેલા યુવાનો તથા ગામ લોકોનો ભારોભાર આભાર માનેલ
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.