જાફરાબાદના ગીતા જ્યોતિ સોસાયટી વિસ્તારમાં ભા.જ.પા.પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલ ની ઉપસ્થિતિમાં લોક પ્રતિનિધિ સવાંદ કાર્યક્રમ યોજાય ગયો.
જાફરાબાદ ખાતે યોજાયેલા આ ભવ્ય લોક પ્રતિનિધિ સવાંદ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ C.R. પાટીલ સાહેબ , અખિલ ભારતીય કોળી સમાજના અમરેલી જિલ્લા પ્રમુખ કરણભાઈ બારૈયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા તેમજ સંતો મહંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયા બાદ આ કાર્યક્રમને વિધીવત રિતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
લોક પ્રતિનિધિ સંવાદ કાર્યક્રમમાં રાજુલા, જાફરાબાદ ,ખાંભા તાલુકાના સરપંચશ્રીઓ તેમજ ગામડાથી પધારેલા માનવતા મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...
આ કાર્યક્રમમાં આવેલા તમામ સરપંચશ્રી ઓ અને મહેમાનોનું ભાવભર્યું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ભાજપ પાર્ટી દ્વારા કરાયેલા વિકાસ કાર્યો ને સરપંચો તેમજ ઉપસ્થીત મહેમાનો ને વાકેફ કર્યા હતા.તેમજ આવનારી નવી યોજનઓ અંગે સમજ આપવામાં આવી હતી. અને આવનારી ચૂંટણી માં ભાજપા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડી ગુજરાતમાં કેસરિયો લહેરાવવા હાકલ કરી હતી . આ તકે ભાજપના આગેવાનો કાર્યકર્તા ઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.