આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં અખિલ ભારતીય યોગ મહાસંઘ (ABYM) યોગ બુક ઓફ રેકોર્ડસ્ દ્વારા એક રેકોર્ડ દેશ કે નામ કાર્યક્રમનું આયોજન ૧૭ જુલાઈ, ૨૦૨૨ ના કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શશાંક આસન ગ્રુપ યોગા વર્લ્ડ રેકોર્ડમાં વિરલ યોગ સેન્ટરના ૨૪ યોગ સાધકોએ ભાગ લીધો હતો. સતત ૪૦+ મિનીટ શશાંકઆસનમાં બેસી આ સિદ્ધિ તેઓએ હાસલ કરી હતી. આ સૌ ગ્રુપ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સને માનનીય અતિથિ મહોદય દ્વારા તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૨ શનિવાર ના રોજ ગોલ્ડ મેડલ, સર્ટિફિકટ અને ટી- શર્ટ દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ પરમ પૂજ્ય શ્રી ત્રિકમદાસ મહારાજ - સચ્ચિદાનંદ મંદિરના મહંત, શ્રી દિપકભાઈ મેધજીભાઈ વાઘમશી - શિણાયના સરપંચ, ખુશાલી ડી વાઘમશી - ખુશાલી યોગ આદિપુર ,પ્રેમજીભાઈ રાજાભાઈ પેડવા,ડૉ. અતુલભાઈ - પ્રો. કચ્છ યુનિવર્સિટી ભુજ, અરુણાબેન બલદાનીયા, રૂચિબેન ઝા હાજર રહ્યા હતા. કુ. દ્રષ્ટિ આહિર, કુ. કાવ્યા નેગાંધી અને કુ. જિયા પટેલ , કૌશિક વાઘમશી દ્વારા સુંદર એડવાન્સ યોગ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું. વિરલ યોગ સેન્ટરના સંચાલક યોગાચાર્ય અને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર શ્રી વિરલભાઈના યોગ માટેના વક્તવ્ય દ્વારા સૌ લાભાન્વિત થયા હતા.
*રિપોર્ટ ભારતી માખીજાણી અંજાર*