હમણાં થોડાંક સમયથી વિવિધ સોશ્યલ મીડિયા પર ગરીબ વ્યક્તિ અને એમના બાળકો ના જીવન ની કડવી વાસ્તવિકતા દર્શાવતા અને ગરીબ વ્યક્તિ ને રંજાડતા લોકો ના વિડિયો ખુબજ વાઈરલ થઈ રહ્યા છે.... આપણે બધાને આ વિડીયો જોઈને એમની વાસ્તવિકતા પર જીવ બળતો હોય છે અને એમને રંજાડતા , એમની મજાક બનાવતા વ્યક્તિ પર ગુસ્સો પણ આવતો હોય છે અને એટલે જ આપણે આવા બધા વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ કરીને એ ગરીબ વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા હોઈએ છીએ.... પણ આપણે બધાને પ્રશ્ર્ન થાય કે આવું કેમ ???? શું માનવતા લોકો માં મરી પરવારી ??? માનવતા મરી પરવારી તો આના માટે જવાબદાર કારણો કયાં ??? આવાં અનેક પ્રશ્ર્નો ના જવાબ હાલની કહેવાતી લાઈમલાઈટથી ભરેલી આધુનિક જીવનશૈલી , પશ્ચિમી સંસ્કૃતિ નું આંધળું અનુકરણ અને સમય સાથે *માનવજીવન સાથે જોડાયેલા નૈતિક મૂલ્યો નું જીવન માંથી પતન....*

                        *હવે પ્રશ્ર્ન થાય કે માનવજીવન ના નૈતિક મૂલ્યો ક્યાં ???* તો એનો જવાબ માનવ તરીકે આપણાં હૃદયમાં ધરતી પર ના સમગ્ર જીવસૃષ્ટિ એટલે કે પશુ-પક્ષી , દરીયાઈ જીવો , વનસ્પતિ , જીવજંતુ અને દરેક માનવ પ્રત્યે કોઈપણ જાતના ભેદભાવ વગર *કરૂણા , દયાભાવ , સહાનુભૂતિ , ક્ષમાભાવ , સહનશીલતા , અનુકંપા , લાગણી , કોઈ ના દુઃખમાં ભાગીદાર થવાનો ભાવ , કોઈ શક્ય મદદરૂપ થવાનો ભાવ વગેરે આપણાં જીવન ના નૈતિક મૂલ્યો છે* અને એ નૈતિક મૂલ્યો જાણવા પડે , જીવનમાં ઉતારવા પડે અને દરેક જીવ માત્ર પ્રત્યે એ નૈતિક મૂલ્યો પ્રમાણે વર્તવું પડે તો અને તો જ આ માનવ સંસ્કૃતિ અને સમાજરચના કોઇપણ જાતના ભેદભાવ વગર જળવાઈ રહેશે... 

                         આજે આપણે આજુબાજુ માં ઘણું બધું જોઈ રહ્યા છીએ અને અનુભવી રહ્યા છીએ કે જેનાં થી આપણને થાય છે ખોટું થઈ રહ્યું છે , ઘણીવાર ગુસ્સો પણ આવી જાય ને તિરસ્કૃત નો ભાવ પણ ઉત્પન્ન થાય છે પણ આપણી ભાગમભાગ ભરી જીવનશૈલી આ બધા માટે વિચારવાનો સમય નથી એટલે માત્ર પોતાનું વિચારી ને આ બધી બાબતો ને અવગણી ને આગળ વધી જઈએ છીએ... પછી *જ્યારે સોશ્યલ મીડિયા પર આવા વિડીયો આવે એટલે જોઈએ અને થોડીવાર ગુસ્સો કરીને અથવા કરૂણા દર્શાવી વિડિયો વાયરલ કરીને પછી ફરી પોતાના જીવનમાં વ્યસ્ત...* પણ ક્યારેય વિચાર્યુ કે આ બધું ક્યાં જઈને અટકશે ??? આવનાર પેઢી નું જીવન કેવું હશે ??? એમને આપણે શું આપી રહ્યા છીએ ??? *લોકો માં આ બધાં નૈતિક મૂલ્યો નું અધઃપતન થશે તો એનું પરિણામ આ માનવજાત માટે કેવું હશે ???* સમાજરચના નું શું થશે ???  

ના....

એટલે સમય છે કે આ સમય પારખી લઈએ અને *આપણા જીવનને માત્ર યંત્રવત્ ના બનાવી રાખતા આપણા જીવન સાથે સંકળાયેલા નૈતિક મૂલ્યો પ્રત્યે સજાગ બનીએ....* માનવજાત ની ભવિષ્ય ની પેઢી એટલે કે *આપણાં બાળકોમાં આ દરેક નૈતિક મૂલ્યો વિશે સમજ આપીએ ,* એમને શીખવીએ તો વાયરલ વિડિયો માં જોવાં મળતી કડવી વાસ્તવિકતાઓ જોવા નહીં મળે.. સમાજ માં ઘટતી વિવિધ અનૈતિક ઘટનાઓ નહીં ઘટે અને સમાજ રચના જળવાઈ રહેશે... વ્યક્તિગત અને કૌટુંબિક જીવન માં શાંતિ જળવાઈ રહેશે... નૈતિક મૂલ્યો વિકસેલા હશે તો સંબંધો માં મિઠાસ કેળવાશે અને દરેક વ્યક્તિ ના હ્દય માં સ્થાન પામશો અને ધરતી પરના દરેક જીવ ને શાંતિ રહેશે... સાચા અર્થમાં માનવતા જળવાઈ રહેશે....

                           હવે ફરી પ્રશ્ન : *આ બધુ જ્ઞાન ક્યાંથી મળે ?* તો આપણા દરેક ધર્મ ના ધર્મ ગ્રંથો *( શ્રીમદ્ ભગવદ્ ગીતા , કુરાને શરીફ , બાઈબલ કે ગુરુ ગ્રંથ સાહેબ )* અને અન્ય મહાન માનવ આ ધરતી પર જન્મ લઈ ચુક્યા એમનાં *જીવનચરિત્ર પર લખાયેલા પુસ્તકો માં આ દરેક નૈતિક મૂલ્યો વિશે સુવ્યવસ્થિત સમજણ આપેલી જ છે...* યંત્રવત્ જીવન માંથી થોડોક સમય કાઢીને આ બધાં બધું થોડું થોડું વાંચવું જોઈએ... ઉપરાંત એવી એક વ્યવસ્થા ઘરમાં અને સમાજમાં હોવી જોઈએ કે આ નૈતિક મૂલ્યો વિશે સાચી સમજણ દરેક વ્યક્તિ અને બાળકો ને મળી રહે.. જે વર્તમાન સમય માં તાતી જરૂરિયાત છે.... 

            *“ નૈતિક મૂલ્યો નું સાચું જતન એજ એકમાત્ર ઉપાય માનવકલ્યાણ હેતું...”*

*લેખક : ગૌતમ દવે ( શિક્ષક )*