બોટાદ નવનિર્મિત પોલીસ અધિક્ષક ની કચેરી નું ગૃહ પ્રધાન હસ્તે લોકાર્પણ કરાશે 

.................... ખસ રોડ પર આવેલ જિલ્લા પંચાયત કચેરી ની બાજુમાં નવનિર્મિત પોલીસ અધિક્ષક ની કચેરી તેમજ રિઝવૅ પોલીસ ઇન્સ્પેકટર ની કચેરી, હેડ ક્વાર્ટર અને જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર નું આગામી તારીખ 17-10-22 ને સોમવાર ને સવારે 10 કલાકે ગુજરાત રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવી ના હસ્તે લોકાર્પણ થશે જેમાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા અને રાજ્ય કક્ષા શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી વિનોદભાઈ મોરડીયા, ભાવનગર - બોટાદ સાંસદ ભારતીબેન શિયાળ, પુર્વ ઉર્જા મંત્રી અને બોટાદ વિસ્તાર ના ધારાસભ્ય સૌરભભાઈ પટેલ,ગઢડા વિસ્તાર ના ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર બોટાદ જિલ્લા SP કે.એફ. બળોલિયા,વગેરે અધિકારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહશે