શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર હડદડ (બોટાદ) માં જીલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા કાયદા વિશે માહિતી આપી
................
હરિકૃષ્ણ મહારાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર હડદડ (બોટાદ) માં જીલ્લા કાનૂની સેવા સતા મંડળ જીલ્લા ન્યાયાલય,બોટાદ દ્વારા ધોરણ નવ ના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને વિધ્યાર્થિનીઓ માટે પોકસો કલમ હેઠળ આવરી લેવાતા મહિલા અને બાળકો માટેના કાયદા અને તેની જોગવાઈ ની તલસ્પર્શી માહિતી જે.પી.નકુમ સાહેબે આપી હતી. આ કાર્યક્રમમાં સરકાર દ્વારા ચાલતી વિવિધ મહિલાઓ માટેની હેલ્પલાઇન નંબર જેવી કે અભયમ, સેલ્ફ ડિફેન્સ, ગુડ ટચ -બેડ ટચ વગેરે જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં શાળાના પ્રમુખશ્રી વિનોદભાઈ કાલસરિયા મંત્રી શ્રી વિજયભાઈ ઘાઘરેટીયા અને શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઈ બાવળીયાએ વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું