પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 65 રન જ બનાવી શકી હતી. જવાબમાં ભારતે 8.3 ઓવરમાં બે વિકેટના નુકસાને લક્ષ્યાંકનો પીછો કરી લીધો હતો. રેણુકા સિંહે ભારત માટે ઘાતક બોલિંગ કરતા ત્રણ વિકેટ ઝડપી હતી.

મહિલા એશિયા કપની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને આઠ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સાતમી વખત મહિલા એશિયા કપનો ખિતાબ જીત્યો. બાંગ્લાદેશના સિલહટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 65 રન જ બનાવી શકી હતી.

જવાબમાં ભારતે 8.3 ઓવરમાં બે વિકેટના નુકસાને લક્ષ્યાંકનો પીછો કરી લીધો હતો. ભારત તરફથી રેણુકા સિંહે ઘાતક બોલિંગ કરતા ત્રણ વિકેટ ઝડપી હતી. આ પછી સ્મૃતિ મંધાનાએ અણનમ 51 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ રીતે મહિલાઓએ ગયા મહિને શ્રીલંકા સામે સુપર-ફોરમાં ભારતની પુરુષ ટીમની હારનો બદલો પણ લીધો હતો.