લાભાર્થીઓને સરકારી લાભ સીધો મળી રહે તે હેતુથી આયોજિત 13 માં તબક્કાનો ખેડા જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો ઈપકોવાળા હોલ, નડિયાદ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણજી, સરકારના મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લાના સરકારી યોજનાના અનેકવિધ લાભાર્થીઓને સહાયનું સીધું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ ફાયર બ્રિગેડને ફાળવેલ 3 વોટર બાઉઝરને લીલી ઝંડી આપી લોકર્પિત કર્યા હતા અને નડિયાદ ફાયર બ્રિગેડની પ્રશંશનીય કામગીરી બદલ સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે સ્વ સહાય જૂથ દ્વારા અને વિવિધ એજન્સીના સ્ટોલની મુલાકાત લીધી હતી...

આ પ્રસંગે ખેડા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન, નગરપાલિકા પ્રમુખ શ્રી રંજનબેન, માતર ધારાસભ્યશ્રી કેસરીસિંહ, તાલુકા પ્રમુખ શ્રી સંજયભાઈ, કલેકટરશ્રી કે.એલ. બચાણીજી, DDO શ્રી મેહુલભાઈ, વહીવટી તંત્રના અધિકારીઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.....

અમીત પટેલ