મહેસાણા : કડી શહેરના મલારપૂરામાં હનીફ ઉર્ફે ડેનીના જુગારધામ ઉપર પોલીસે રેડ કરતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો. કડી પોલીસે એક અઠવાડિયામાં ત્રણ જુગારધામ ઉપર રેડ કરીને ગેરકાયદેસર ધંધા ચલાવતા ઇસમો ઉપર લાંલ આંખ કરી હતી. કડી પોલીસે શહેરના મલારપૂરાના કુંભારવાસમાં જુગાર રમતા 13 જુગારીઓને રંગેહાથ ઝડપ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રૂ.1,29,300ના મુદ્દામાલ કબ્જે કરીને 14 ઈસમો વિરૂધ્ધ ફરીયાદ નોંધી હતી.

કડી પોલીસનો સ્ટાફ ખાનગી વાહનમાં અલગ અલગ વિસ્તારમાં જુગારને લગતી કામગીરીમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે સમયે PSI જે.એમ ગહેલોત, મૌલિકભાઈ, જયદેવસિંહ, ધવલકુમાર, પરેશકુમાર, સહિતનો પોલીસ સ્ટાફ નંદાસણ રોડ ઉપર હતો. તે દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કડી શહેરના મલારપુરાના કુંભારવાસમાં રહેતા હનીફ ઉર્ફે ડેની કલાલ જે પોતાના ઘરની અંદર બહારથી માણસો બોલાવીને જુગાર રમી અને રમાડી રહ્યો છે. કડી પોલીસે બાતમીની ખરાઈ કરીને પંચોની સાક્ષીએ સ્થળ વાળી જગ્યા ઉપર રેડ કરીને કુલ જુગાર રમતા 13 ઈસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે સ્થળ પરથી હનીફ ઉર્ફે હનિયો ખીચડી મનસૂરી ફરાર થઇ જતા તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં

ફરાર જુગારી

હનીફ ઉર્ફે હનિયો ખીચડી

ઝડપાયેલ જુગારીઓ

હની ઉર્ફે ડેની કલાલ
સાજિદ ખાન ઘોરી
અમિત દલવાડી
સાજિદ સિપાઈ
મહમ્મદ આલિફ
મુસ્તાક મનસુરી
એજાજ મંડલી
અબ્દુલ કલાલ
રીઝવાન કલાલ
અહમદ કુરેશી
વિશાલ સિંહ સોલંકી
રમીજ ખોજાણી
નંદકિશોર પટેલ