વિધાનસભાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા અમલીકરણ માટેની કાર્યવાહીની સમીક્ષા કરતાં બોટાદના કલેક્ટરશ્રી બી.એ.શાહ 

આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા અમલીકરણ માટેની કાર્યવાહીની સમીક્ષા માટે બોટાદના કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અંધિકારીશ્રી બી.એ. શાહના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને પોતાની કચેરીમાં આદર્શ આચારસંહિતાનું પાલન કરવા અંગે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, ડેપ્યૂટી કલેક્ટરશ્રી, સર્વે પ્રાંત અધિકારીશ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.