જુના માર્કેટીંગ યાર્ડ, પાળીયાદ રોડ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે

***********

સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ એક જ જગ્યાએથી લાભાર્થીઓને સીધે સીધો મળી રહે તે માટે પ્રશાસન સુસજ્જ

**********

 સરકારના પ્રજાલક્ષી અભિગમથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે.ત્યારે બોટાદ જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીની ઉપસ્થિતિમાં આજે જુના માર્કેટીંગ યાર્ડ, પાળીયાદ રોડ ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 

ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ એક જ જગ્યાએથી લાભાર્થીઓને સીધે સીધો મળી રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને વિવિધ વિભાગો દ્વારા અમલી યોજનાઓની સહાય કીટ વિતરણ કરવામાં આવશે.