ખેડા જિલ્લા ના મહુધા તાલુકાના તાલુકાના ઉંદરા થી નંદગામ થી પસાર થતી સબમાઈનોર કેનાલ ૧૯૮૮ માં બનેલી જે તંત્ર દ્વારા આજદિન સુધી રિપેરિંગ કે સફાઈ કામ કે કોઈ પણ જાત ની સ્થળ તપાસ હાલ દિન સુધી કરવામાં આવી નથી.

ખેડૂતો તેમજ સ્થાનિક ધારાસભ્ય દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી છે.પરંતુ તંત્ર દ્વારા ખાલી દિલાસો આપવમાં આવી રહ્યો છે.આ વિસ્તારમાં એક હજાર હેકટર જમીન આવેલી જે મુખ્યત્વે તમાકુ અને ડાંગર જેવા પાક ઉપર પોતાનું જીવન નિર્ભર છે.પરંતુ જો ખેડૂતોને સમયસર પાણી મળી રહે તો ખેડૂતો આ જમીન માંથી પૂરતા પ્રમાણ માં યોગ્ય વળતર મેળવી પોતાના પરિવારનું ભરપોષણ કરી શકે છે.

આસપાસ ના ખેડૂતો ના કહેવા અનુસાર વહેલી તકે કેનાલ નું રીનોવેશન થાય અને સાફ સફાઈ કરવાં માં આવે તો પાણી સમયસર પાક ને મળી રહે તેવી લાગણી અને માંગણી છે.