સેવા એજ સંગઠનના સૂત્રને યથાર્થ કરતા ભારતીય જનતા પાર્ટી અને રાજયની નંબર એક આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ (રાજકોટ) ના સંયુક્ત ઉપક્રમે સુપર મેગાનિદાન અને નેત્રમણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ.જેમાં 240 લોકોના નિદાન કરવામાં આવેલ તમામ લોકોને જમવાની વ્યવસ્થા કરાવી અને 123 લોકોને નેત્રમણીના ઓપરેશન માટે રાજકોટ ખાતે મોકલાયા.
આ કેમ્પમાં દીપપ્રાગટય પૂર્વ કેબિનેટમંત્રી અને પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા તથા જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું
કેમ્પને સફળ બનાવવા અશોકભાઈ મોઢા, નિલેશ બાપોદરા,કાંતિભાઈ ઘેડીયા ,ધવલજોષી,રાજ જોષી,પીન્ટુ ભદ્રેચા,ચંદુભાઈજોષી,કૌશિકભાઈ પંડ્યા,ધર્મેશ જોષી, વિશાલ ચાવડા, નીતિન લોઢારી તથા ભાજપના બધા કાર્યકર્તાએ હાજરી આપી હતી.