૧૩માં તબક્કામાં બે દિવસીય ગરીબ કલ્યાણ મેળા અભિયાન અંતર્ગત ૩૩ જિલ્લાઓમાં ૩૭ ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે ...... -: મુખ્યમંત્રીશ્રી :-  ૧૨ તબક્કામાં ૧પ૬૭ ગરીબ કલ્યાણ મેળાઓના માધ્યમથી ૧.૬૫ કરોડ દરિદ્રનારાયણોને ૩૪,૫૯૬ કરોડના લાભ-સહાય હાથોહાથ પહોંચાડ્યા છે  ગરીબો અને વંચિતોને સરકારી યોજનાનો લાભ હાથોહાથ આપી તેમને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર ગરીબ કલ્યાણ મેળાથી પડખે ઊભી છે  આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકારે સમાજના છેવાડાના માનવીને મુખ્યધારામાં લાવવાના તમામ પ્રયાસો હાથ ધર્યા છે-સાધન-સહાય આપી સ્વમાનભેર જીવતા કર્યા છે ...... પંચમહાલ જિલ્લામાં ૩૫,૫૮૩ ઉપરાંત લાભાર્થીઓને ૨૮૧ કરોડની વિવિધ સહાયનું વિતરણ ...... મુખ્યમંત્રીશ્રીએ પંચાયત વિભાગની વિવિધ ૨૨ જેટલી યોજનાઓને સમાવી લેતી ‘આગેકૂચ’ કોફી ટેબલ બુકનું કર્યું વિમોચન

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.