મહે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ તથા સર્કલ પો.ઇન્સ.શ્રી કે.સી.રાઠવા નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર / દારૂની બદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/ દારૂની કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે પો.સબ ઇન્સ.શ્રી એ.વી.સરવૈયા તથા ચલાલા પો.સ્ટે.ના સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમી આધારે ચલાલા ટાઉનમાં સાટોડીપરામાં રહેતા અવધ ભરતભાઇ જીયાણી રહે.ચલાલા,સાટોડીપરા,તા.ધારી જી.અમરેલી હાલ પાસા તળે વડોદરા જેલમાં જેઓએ તેમના રહેણાંક મકાનની બાજુમાં આવેલ પડતર મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૮૦ કિં.રૂ.૩૦,૦૦૦/- નો પ્રોહી મુદામાલ સંતાડી રાખેલ હોય, જે રેઇડ દરમ્યાન મળી આવેલ હોય, તેઓના વિરૂદ્ધમાં ચલાલા પો.સ્ટે.પ્રોહી ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.આરોપીઓની વિગતઃ (૧) અવધ ભરતભાઇ જીયાણી રહે.ચલાલા,સાટોડી પરા તા.ધારી, જી.અમરેલી, હાલ પાસા તળે વડોદરા જેલમાં મુદામાલની વિગતઃ (૧) મેક ડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હીસ્કી ૭૫૦ મી.લી.ફોર સેલ ઇન હરીયાણા ઓન્લીની કુલ બોટલ નંગ-૮૦ કિં.રૂ .૩૦,૦૦૦/- આ કામગીરી ચલાલા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ.શ્રી એ.વી.સરવૈયા તથા સર્વેલન્સ સ્કોડના A SI મનીષભાઇ ધીરૂભાઇ જોષી, UHC રમેશભાઇ ભાનુભાઇ મારૂ, HC ભગીરથભાઇ રાવતભાઇ ધાધલ,તથા પો.કોન્સ અનિરૂધ્ધભાઇ મધુભાઇ તથા મહેન્દ્રસિંહ ખોડુભા તથા બાલક્રુષ્ણભાઇ વજુભાઇ તથા સવજીભાઇ કાળાભાઇ નાઓ દ્વારા કરવામાં આવેલ રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.