જાહેર હિતમાં ખાણકામના નિયમો-ગુજરાત ગૌણ ખનિજ છૂટછાટ સુધારા નિયમો ર૦રર મુજબ સુધારા કરવામાં આવ્યા

*પડતર-સેવ્ડ કેસોની મંજૂરીની સમય મર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરાયો*

*બાકી લેણાની વ્યાજના દરોમાં ૬ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો* 

 *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખાણ ખનિજ ક્ષેત્રે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને પ્રોત્સાહિત કરતો મહત્વપૂર્ણ અભિગમ અપનાવ્યો છે*

*આ સંદર્ભમાં તેમણે ગુજરાત ગૌણ ખનિજ છૂટછાટ (સુધારા) નિયમો-ર૦રરમાં જાહેરહિત અને વહીવટી સરળીકરણના ધ્યેય સાથે ખાણકામ નિયમોમાં સુધારા જાહેર કર્યા છે*

. *મુખ્યમંત્રીશ્રીએ જે મહત્વપૂર્ણ સુધારા કર્યા છે તે મુજબ રાજ્યમાં હવેથી ખાનગી જમીન માલિકોને ૪ હેક્ટર સુધીના વિસ્તાર તમામ ગૌણ ખનિજો માટે જાહેર હરાજી વગર અરજી આધારિત નિયમાનુસારના પ્રીમીયમથી લીઝની ફાળવણી કરવામાં આવશે*

એટલું જ નહિ, જે-તે વિસ્તારમાં મળેલી મંજૂરી, એન.ઓ.સી, એન્વાયરમેન્ટ કલીયરન્સ, ફોરેસ્ટ કલીયરન્સ તેમજ મહેસૂલી અભિપ્રાય વગેરેને નવી મંજૂરી સમયે માન્ય ગણવામાં આવશે. એટલે કે આવી મંજૂરીઓ બીજીવાર લેવાની જરૂરિયાત રહેશે નહિ*

 *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય પણ આ નિયમોમાં સુધારા અન્વયે કર્યો છે કે, પડતર ‘સેવ્ડ’ કેસોની મંજૂરી માટેની સમયમર્યાદા જે ર૦રર માં પૂર્ણ થતી હતી તે વધુ ત્રણ વર્ષ એટલે કે ર૦રપ સુધી વધારી આપવામાં આવી છે*

તેમણે અન્ય એક મહત્વનો અને લીઝ ધારકોને આર્થિક રાહત આપતો સુધારો એ પણ કર્યો છે કે, બાકી લેણાના વ્યાજના દરોમાં ૬ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હાલ ૧૮ ટકા છે તે ઘટાડીને હવે ૧ર ટકાનો વ્યાજ દર કરવામાં આવ્યો છે*

 ખાણકામના નિયમોમાં જે અન્ય સુધારાઓ કરવામાં આવ્યા છે તે મુજબ જાહેર હરાજીથી પ્રથમ તબક્કામાં ભાગ લીધો હોય તેવા બિડર્સમાંથી ટેક્નીકલી ક્વોલીફાઇડ તમામ બિડર્સ બીજા તબક્કામાં ભાગ લઇ શકશે*

આ ઉપરાંત આર્થિક બોજો વધે નહિં તે હેતુસર બિડરને ત્રણ તબક્કામાં અપફ્રન્ટ પેમેન્ટની સુવિધા આપવામાં આવશે*. 

 *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એવો સુધારો પણ આ નિયમોમાં કર્યો છે કે, ખનિજ જથ્થો પૂર્ણ થઇ જાય અથવા વૈજ્ઞાનિક ઢબે ખાણકામ થઇ શકે તેમ ન હોય તેવા કિસ્સામાં લીઝ ધારક આવો લીઝ વિસ્તાર પરત કરી શકશે*

*મુખ્યમંત્રીશ્રીએ ખાણ ખનિજ ક્ષેત્રમાં જાહેર કરેલા આ સુધારાઓને પરિણામે માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝની જે ઇકો સિસ્ટમ રાજ્યમાં ઊભી થયેલી છે તેમાં વધુ સરળીકરણ થશે. ખાણ ખનિજ ક્ષેત્રે પારદર્શિતા વધશે તેમજ પ્રક્રિયાઓ ઝડપી બનશે*.  

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.