ગરીબો માટે બનેલા ૨૪૪૮ આવાસ વિસ્તારમાં દારૂ સહિતની બદીઓ વધીઃ ઉદ્યોગનગર પોલીસ મથક આ વિસ્તારથી ખુબ દુર હોવાથી પોલીસ ચોકીની અનિવાર્યતા ઉપર ભાર મુકીને કોંગ્રેસ દ્વારા તંત્રને થઇ રજૂઆત

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસ મથકની હદનો વિસ્તાર ખુબ જ વિશાળ છે જયારે વસ્તી ખુબ જ વધારે છે. તે ઉપરાંત અહીયાથી થોડે દુર કુછડી રોડ ઉપર ગરીબો માટે બનેલા ૨૪૪૮ આવાસ વિસ્તારમાં દારૂ સહિતની બદીઓ વધી છે. તેથી અહીના જુબેલી-બોખીરા વિસ્તારમાં પોલીસ ચોકીની વ્યવસ્થા કરી આપવી જોઈએ તેવી પોરબંદર કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનીયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા એ તંત્રને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે,પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસ મથકની હદ ખુબ જ વિશાળ છે અને તેમાં ઉદ્યોગનગર થી માંડીને જુબેલી-બોખીરા સહિત ત્રણ માઈલ સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે જેમાં કાયદે અને વ્યવસ્થાનીપરીસ્થિતિ સારી રીતે જળવાય રહે તે માટે જુબેલી વિસ્તારમાં પુલ ની આજુ-બાજુમાં પોલીસ ચોકી હોવી જોઈએ આ વિસ્તારના લોકોને પાસપોર્ટ વેરીફીકેશન સહિત અન્ય કોઈ કામગીરી માટે,કાર્યક્રમની મંજુરી માટે અહીં થી ૪ કિ.મી દુર આવેલા ઉદ્યોગનગર પોલીસ મથક સુધી ધક્કા થાય છે.તેથી વહેલી તકે આ મુદે તંત્ર દ્વારા પોલીસ ચોકીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે.

તે ઉપરાંત ગરીબો માટે બોખીરા કુછડી રોડ ઉપર બનાવાયેલા ૨૪૪૮ આવાસ સ્થળે પણ પોલીસ ચોકીની ખાસ જરૂરીયાત છે. આ વિસ્તારમાં દારૂ સહિતની બદીઓ વધી છે. તે ઉપરાંત નાના મોટા ઝઘડાઓ સહિત ક્રાઈમ પણ વધ્યો છે. અહીંયા હાલ ૧૦૦૦ જેટલા પરીવારો વસવાટ કરી રહ્યા છે ત્યારે તેઓની સલામતી માટે પોલીસ ચોકી હોવી ખાસ જરૂરી છે તેમ જણાવીને રામદેવભાઈ મોઢવાડીયાએ ગૃહ વિભાગને રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરી છે.