Sabarkantha: જન્મદિવસ જ બન્યો મૃત્યુ દિવસ | સાબરકાંઠા: વડાલી તાલુકા, મહોર ગામના જયંતીભાઈ પંડ્યા

સાબરકાંઠા: જિલ્લાના વડાલી તાલુકાના મહોર ગામના જયંતીભાઈ પંડ્યા કરી વ્યક્તિનું ચાલુ ગાડીએ હાર્ટ એટેક આવતા થયેલ મૃત્યુ


પ્રાપ્ત વિગત અનુસાર...

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના મહોર ગામના નિવૃત પોસ્ટ માસ્તર જયંતીભાઈ પંડ્યા કરીને કે જેઓ પોતાનો જન્મદિવસ હતો તેની ઉજવણી ની વસ્તુઓ લેવા માટે તેઓ પોતે એકલા પોતાની વેગેનાર ગાડી લઈને ઈડર જઈ રહ્યા હતા

ત્યારે ઈડરના રાણી તળાવ નજીક અચાનક જ હાર્ટ એટેક આવતા તેમણે પોતાની ગાડી બંધ કરી છતાં ભારે હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું ગાડી ઊભી રહેતાની સાથે જ આજુબાજુના કામ કરતા લોકો અને અન્ય અવરજવર કરતા વ્યક્તિઓ ભેગા થઈ ગયા હતા અને 108  એમ્બ્યુલન્સ ને જાણ કરી 

તેઓને 108 માં લઈ ગયા હતા પરંતુ ત્યાં સ્થળ પર જ તેમની તમામ નાડીઓ બંધ થઈ ગઈ હતી ત્યાં હાજર રહેલ લોકોએ તેમના પરિવારને જાણ કરી હતી આ રીતે પોતાના જન્મદિવસે જ મરણ દિવસ પણ બની ગયો હતો


રિપોર્ટર હસમુખ પ્રજાપતિ સાબરકાંઠા