પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના PHC ભોદ ખાતે ANC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આશરે 40 જેટલા ANC સગર્ભા બહેનો ચેકઅપ માટે આવ્યા હતા.
આ કેમ્પમાં PHC ના મેડિકલ ઓફિસર ડૉ. અર્જુન બાબરીયા અને PHC ના FHS ઉર્મિલાબેન તેમજ તેમનો સમગ્ર સ્ટાફ તેમજ મારુતિ ગાયનેક હોસ્પિટલના ડૉ.રવી ધોકીયા દ્વારા તમામ સગર્ભા બહેનોની પ્રાથમિક તપાસ તેમજ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં પોરબંદર જિલ્લા 108 અધિકારી જયેશ જેઠવા અને જિલ્લા ખિલખિલાટ કોર્ડીનેટર હિતેશ વાળાના માર્ગદર્શન મુજબ ખિલખિલાટ કેપ્ટન રોનક મૂછાળ અને રાકેશ ભુતીયા દ્વારા તમામ સગર્ભાઓને ઘરે થી હોસ્પિટલ સુધી લેવા-મુકવા માટે સારી મેનેજમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.