181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓ ઉપર થતા અત્યાચારોને નાબૂત કરવા આપેલ સૂચનને આધારે 181 અભયમ મહિલા હેલ્પલાઇન 24 કલાક કાર્યરત છે ત્યારે બોટાદ સીટીના હિફલી વિસ્તારમાંથી યુવતીએ કોલ કરી જણાવેલ કે તેઓ હીરા ઘસવા માટે કારખાને જાય છે અને બાજુના કારખામાં કામ કરતો કોઇ વ્યક્તિ અમને હેરાન કરે છે અને અપશબ્દો બોલે છે .જેથી 181 વાનની મદદની જરૂર છે. જેથી બોટાદ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ટીમ ને જાણ થતાં કાઉન્સેલર પરમાર જલ્પાબેન ,મહિલા કોન્સ્ટેબલ નિમાવત પૂનમબેન તથા પાયલોટ ચુડાસમા નિલેશભાઈ સ્થળ ઉપર પોહેચેલ ને યુવતી સાથે પરામર્શ કરતા જાણવાં મળેલ કે તેઓ બોટાદ હિરા ઘસવાન જતા હોય ત્યારે બાજુના કારખાનામાં કામ કરતો યુવક 3 મહિનાથી હેરાન કરે છે અને કય કામકાજ માટે યુવતી બહાર નીકળે ત્યારે અપશબ્દો બોલે છે અને અને ખરાબ નજરે સામું જોવે છે જે મને ગમતું નથી. અને યુવતીને કારખાનામાંથી કઈ કામકાજ માટે બહાર નીકળે તો રસ્તામાં ઉભા રહી અને અને હેરાન કરે છે.તેથી યુવતી ખૂબ જ પરેશાન થતી હોવાથી તેના માતા -પિતાને બનાવ અંગે જણાવતા તે યુવકને સમજાવેલ. પરંતુ તેઓ સામસામે ઝગડો કરવા લાગેલ તેથી યુવતીએ 181 માં કોલ કરી મદદ માગેલ.181 ની ટીમે યુવતી સાથે સંપુર્ણ બનાવ વિશે પૂછપરછ કરેલ અને સમસ્યા સાંભળી તે યુવક પાસે 181 ની ટિમ પહોંચે અને ૧૮૧ અભ્યમ ટીમ દ્વારા તે વ્યકતિ ને કડક શબ્દ માં કાયદાકીય માહિતી આપી અને સમજાવેલ ત્યારબાદ યુવકે યુવતીની માફી માંગી. અને ઘટના અંગે યુવકનામાતા -પિતાને પણ વાકેફ કરતા યુવકના માતા - પિતાએ અમારા દીકરાની ક્યારેય આવી ભૂલ નહીં થાય તેવી શબ્દવિક માફી માંગી હતી . અને યુવકે ફરી આવી ભૂલ નહીં થાય તેની લેખિતમાં બાંહેધરી આપી હતી. તેથી હાલ યુવકે અને તેના માતાપિતા એ માફી માંગતા યુવતીએ આગળની કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું.તેથી યુવતીને ફરીવાર મુશ્કેલી જણાય તો 181 અભયમ મહિલા હેલ્પલાઇન તેમજ પોલીસ સ્ટેશનની મદદ લેવા સમજ કરેલ
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं