ગાંધીધામના GIDC વિસ્તારમાં આવેલી એક ભંગારના વાડામાં આજે બપોરે અચાનક આગ ભભુકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ જેને કારણે આ વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. રામ રહીમ સ્ક્રેપ વર્કસ નામના ભંગારના વાડામાં ફાટી નીકળતા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમને જાણ કરતાં ફાઈટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે ઘસી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ભંગારના વાડામાં રહેલો સમાન બળીને ખાખ થઈ ગયો હતો. ગાંધીધામ નજીક આવેલ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સ્ટાફના અભાવે શોભના ગાંઠિયા સમાન બની ગયું છે આગ ઉપર અંકુસ મેળવવા નગરપાલિકાના એક માત્ર ફાયર ફાઇટર જહેમત ઉઠાવી રહ્યાં છે. જોકે આગ ક્યાં કરણોસર લાગી તે જાણી શકાયું નથી

*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*