ગાંધીધામમાં માનવતા ગ્રુપ દ્વારા સોમૈયા સોસાયટીમાં સ્વરોજગાર લક્ષી તાલીમ પ્રમાણપત્રો નું વિતરણ કરાયું.
ગાંધીધામ તાલુકાના કિડાણા ના શ્રીરામ સોસાયટી સોમૈયા સોસાયટીમાં માનવતા ગ્રુપ દ્વારા ત્રણ માસ ચાલેલા સીલાઈ તાલીમ વર્ગ ની પુર્ણાહુતિ પ્રસંગે બહેનોને તાલીમ પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અતિથિ વિશેષ પદે મેઘજીભાઈ ચાવડા ,દિલીપભાઈ ચાવડા, હિતેશભાઈ શામળિયા, પાંચાભાઇ સોલંકી, જેમલભાઈ પરમાર પ્રેમજીભાઈ સાચલા , ખીમજીભાઈ સાચલા, મોહનભાઈ સાંચલા, ધનજીભાઈ સાંમળીયા, મગનભાઈ પરમાર , નાગશીભાઈ નોરીયા , મોહનભાઈ મહેશ્વરી, જેસંગભાઈ મકવાણા, હુસેનભાઇ જામ, શાંતાબેન પરમાર ,તારાબેન મહેશ્વરી, હંસાબેન ધુવા, હંસાબેન ફુફલ, સંગીતાબેન સાચલા, ઉર્મિલાબેન ધૂવા, પુરબાઈ કટુવા વગેરે ઉપસ્થિત રહી માનવતા ગ્રુપ સમગ્ર કચ્છમાં સર્વ ધર્મ સમભાવલક્ષી સામાજિક કાર્યો કરી રહ્યું છે તેની સરાહના કરી હતી સાથે સાથે બહેનો વિવિધ તાલીમો મેળવે તે સમયનો તકાજો છે તેમ જણાવવી બહેનો સ્વ નિર્ભર બનશે તો સમાજ સ્વયં સફળતાના શિખરો સર કરશે તેમ જણાવ્યું હતું.
માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા એ ઉપસ્થિત અતિથિઓને આવકારી માનવતા ગ્રુપ દ્વારા વિવિધ જગ્યાએ વિવિધ પ્રકારની સ્વ: રોજગારલક્ષી તાલીમો દ્વારા હજારો બહેનો એ પ્રગતિ કરી છે તેના ઉદાહરણ પૂરા પાડ્યા હતા. તેમણે માનવતા ગ્રુપ સંચાલિત તાલીમ કેન્દ્રોમાં વધુમાં વધુ બહેનોને જોડાવવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમની આભાર વિધિ સંગીતાબેન ખીમજીભાઇએ કરી હતી.
*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*