મોરબીના બેલા નજીક ગોડાઉનમાંથી ૭૪૧૬ બોટલો દારૂ સહિત ૩૬.૫૭ લાખના મુદામાલ સાથે ચાર ઝડપાયા: એકની શોધખોળમોરબીના બેલા નજીક ગોડાઉનમાંથી ૭૪૧૬ બોટલો દારૂ સહિત ૩૬.૫૭ લાખના મુદામાલ સાથે ચાર ઝડપાયા: એકની શોધખોળ

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મોરબી તાલુકાના પીપળી રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં હોટળ લોડર્સ ઇન ઇકોની પાછળના ભાગમાં આવેલ ગોડાઉનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે તે ગોડાઉનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી વિદેશી દારૂની ૭૪૧૬ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦,૬૦,૩૦૦ ની કિંમતનો દારૂ તેમજ એક બોલેરો ગાડી, બે બાઇક અને પાંચ મોબાઈલ ફોન કબજે કરીને કુલ ૩૬,૫૭,૮૦૦ ના મુદામાલ સાથે ચાર આરોપીને ધરપકડ કરેલ છે અને એક આરોપીને પકડવાનો બાકી છે હાલમાં પકડાયેલા આરોપી તેમજ મુદામાલને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને ત્યાં સોંપી દેવામાં આવેલ 

આગામી દિવસોમાં આવનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતીપૂર્ણ રીતે થાય તે સારૂ મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ કે.જે. ચૌહાણની સુચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે એલ.સી.બી. સુરેશભાઇ હુંબલ, પૃથ્વીસિંહ જાડેજા, નંદલાલ વરમોરા અને વિક્રમભાઇ ફગસીયાને સંયુકતમાં બાતમી મળી હતી જેના આધારે પીપળીરોડ ઉપર આવેલ હોટલ લોડર્સ ઇન ઇકોની પાછળ આવેલ યુનિર્વસલ ઇન્ડસ્ટ્રીઝની પાછળ જેઠાભાઇ કરમશીભાઇ નકુમ (દલવાડી) રહે. મોરબી વાળાના ગોડાઉનમાં મુકેશ પીરારામ બિશ્નોઇ રહે. સરણાઉ તાલુકો સાચોર (રાજસ્થાન) તથા સાહીદ ઉમરભાઇ ચાનીયા રહે. મોરબી વાળો તેના મળતીયા સાથે મોટા પ્રમાણ વિદેશીદારૂનો જથ્થો રાખેલ છે અને ત્યાંથી વેચાણ કરે છે માટે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યાર સ્થળ ઉપરથી ચાર શખ્સો ૭૪૧૬ બોટલ દારૂ સાથે મળી આવ્યા હ

વધુમાં જાણવા મળતી માહિતી મુજબ હાલમાં જે આરોપીઓને પકડવામાં આવેલ છે તેમાં સાહીદ ઉર્ફે ચકો ઉમરભાઇ ચાનીયા જાતે સંધી રહે. શિવ સોંસાયટી, સાયન્ટીફીક રોડ મોરબી, ઇમરાનભાઇ ઉમરભાઇ ચાનીયા જાતે સંધી રહે. વજેપર-૦૧ મેઇનરોડ મોરબી, રેનીશ ઉર્ફે રઇશ ભાણો ફિરોજભાઇ અંદાની જાતે ખોજા રહે. કાલીકાપ્લોટ, શેરીન.-૦૨ મોરબી અને યુનુશ અલીભાઈ પલેજા જાતે સંધી રહે. સરકારી કર્મચારી સોસાયટી, શોભેશ્વરરોડ, મોરબી વાળાનો સમાવેશ થાય છે અને મુખ્ય સૂત્રધાર મુકેશ પીરારામ બિશ્નોઇ રહે. દાંતા (સરણાઉ) તાલુકો સાચોર (રાજસ્થાન) વાળાને પકડવાનો બાકી છે હાલમાં પોલીસે દારૂની જુદીજુદી બ્રાન્ડની કુલ મળીને ૭૪૧૬ બોટલ કબજે કરેલ છે તે ઉપરાંત એક બોલરો, બે બાઇક અને પાંચ મોબાઈલ ફોન સહિત કુલ મળીને ૩૬,૫૭,૮૦૦ નો મુદામાલ કબજે કર્યો છે આ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ કે.જે. ચૌહાણની સૂચના મુજબ પીએસઆઈ એન.એચ. ચુડાસમા અને એ.ડી.જાડેજા તેમજ ટિમ દ્વારા કરવામાં આવી હતીતાછે