*વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી*
શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાંધીધામ ૧ ના સબ સેન્ટર સુભાષ નગર ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. દિનેશ. એસ. સુતરીયા સાહેબના માર્ગદર્શન હેથળ રાષ્ટ્રિય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત " *વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી *" કરવામાં આવી.
જેમાં, કિશોર સ્વાસ્થ્ય સલાહકાર કાંતિ જેપાર, એફ.એચ.ડબલ્યુ. સવિતા પટેલ, એમ.પી.એચ.ડબલ્યુ. હિતેશ ધેડા અને પરેશ પરમાર, આશા અને આંગળવાડી ના બહેનો તેમજ કિશોર/કિશોરીઓ હાજર રહી.
જેમાં, માનસિક સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તા વિશે કિશોરોને સમજાવવામાં આવ્યું.
જેની અંદર, માનસિક સ્વાસ્થ્યને વ્યાખ્યાયિત કરીને માનસિક રોગો જેવા કે ચિંતા અને હતાશા ઉત્પન્ન થવા માટે ના મુખ્ય કારણો, તેના લક્ષણો, પ્રકારો, અટકાવ અને ઉપચાર વિશે સમજાવીને આ આધુનિક અને ટેકનોલોજીકલ યુગમાં માનસિક તેમજ શારિરીક સ્વાસ્થ્ય જાળવવા માટે જીવનની ગુણવત્તા સુધારી ને સારા જીવન કૌશલ્યો વિકસાવવા કિશોરોને સમજાવેલ.
*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*