ધારી તાલુકાના તમામ તલાટી મંત્રીઓ પોતાની કામગીરીથી કરછે નહિ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ રાષ્ટ્રધ્વજ ફરકાવવાની કામગીરી સિવાયની તમામ કામગીરી બંધ રખાશે.ગુજરાત રાજય તલાટી મંત્રી મહામંડળ દ્વારા વર્ષોથી રજુઆત કરવા છતા સરકાર દ્વારા પડતર પ્રશ્નોનુ કોઇ નિરાકરણ કરાતુ ન હોય આવતીકાલથીરાજય સહિત અમરેલી જિલ્લામા તલાટી મંત્રીઓ અચોક્કસ મુદત સુધી હડતાલ પર ઉતરશે.અમરેલી જિલ્લામા ૫૧૯ ગ્રામ પંચાયતમા ફરજ બજાવતા ૩૧૦ તલાટી મંત્રીઓ આવતીકાલથી અચોક્કસ મુદત સુધી હડતાલ પર ઉતરી જશે.ધારીમા આજરોજ તાલુકા તલાટી મંત્રી મંડળ દ્વારા ટી.ડી.ઓ. અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતુ. જેમા જણાવાયું હતુ કે ગુજરાત રાજય તલાટી મંત્રી મહામંડળ દ્વારા વર્ષ ૨૦૧૮થી સરકારમાં રજુઆત કરવામા આવે છે.તેમ છતા પડતર પ્રશ્નોનુ યોગ્ય નિરાકરણ લાવવામા આવેલ નથી. અગાઉ પણ હડતાલનુ એલાન અપાયુ હતુ. પરંતુ પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવવાની બાંહેધરી અપાતા હડતાલ મોકુફ રાખવામા આવી હતી.પરંતુ આ વાતને નવ માસ જેટલો સમય વિતી ગયો હોવા છતા!હજુ સુધી પ્રશ્નોનુ નિરાકરણ આવ્યું નથી.ધારી તાલુકાના તમામ તલાટી મંત્રીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અન્વયેની કામગીરી,તથા તારીખ ૧૩/૦૮ થી ૧૫/૦૮ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમા રાષ્ટ્રધ્વજ સન્માન સાથે ફરકાવવાની કામગીરી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે.લાઠી,વડીયા,બગસરા,રાજુલા,જાફરાબાદ,બાબરા,સાવરકુંડલા,ખાંભા, સહિત ના તાલુકા ભરમા તલાટીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે.

રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી