સવાર ના 8.30 વાગ્યા નો બનાવ 

"જેને રામ રાખે તેને કોણ ચાખે" 

પાટણ અનાવાડા ગામની પાસે આવેલ ગામ હનુમાનપુરા પ્રાથમિક શાળા નો અજુગતો બનાવ 

ધટના કંઈક આમ બની કે ધોરણ 7 મા અભ્યાસ કરતી અંજલિ ઠાકોર બાજુના વગૅ ખંડમા ચિત્ર નો પીરીયડ હોવાથી તેની બહેન પણી સાથે કલર લેવા જતા  

જેવો રૂમ ખોલતા ની સાથે તેના પગ મા અગાઉ થી રૂમમાં સંતાઈ રહેલ *બ્લેક કોબ્રા સાપ* આવી જતા દરવાજો પકડી બાળકી ભયભીત થઇ ગભરાઈ ને રૂમ મા જતી રહી 

બીજી બાળકી વિશાળ સાપને જોઈ ભરાઈને બુમા બુમ કરતા તમામ શિક્ષકો વિદ્યાર્થીઓ દોડી આવ્યા 

સૌવ કોઈ ધટના જોઈ ચોકી ઉઠીયા અંજલિ ઠાકોર રૂમમાં અને વિશાળ સાપ લોખંડ ના દરવાજા મા વચોવચ્ચ ફસાઈ ગયો બાળકી દરવાજા માથી બહાર આવે તેવી જગ્યા ન હતી

સાપ હલન ચલન કરે તેવી કોઈ પોજીશન ન હતી ને સાપ કમરના ભાગથી વચોવચ્ચ પુરી રીતે ફસાઈ ગયો હતો અને બાળકીને રૂમમા થી બહાર લાવી મુશ્કેલી ખતરો હતો 

તેવામાં પ્રાથમિક શાળાના શિક્ષક બળદેવભાઈ રાવળ તેઓએ 108 ના પાઈલોટ ગુલાબખાન બલોચ નો સંપર્ક કરી ને *પાટણ જીવદયા પ્રેમી ની રેસ્કયુ* માટે મદદ માગી 

*ગુલાબખાન બલોચ* તેઓએ *પાટણ જીવદયા પ્રેમી whatsapp Group* દ્વારા ચાલતા તેમા પોતે પણ group મેમ્બર છે તેમણે જીવદયા પ્રેમી તેવા *બંટીભાઈ શાહ* નો સંપર્ક કયૉ 

બંટીભાઈ એ તેમના સાથી *ભરતભાઇ ઠાકોર* તાબડતોબ ધટના સ્થળે પહોંચી લોખંડ ના દરવાજા મા ફસાયેલા જેરી કોબ્રા સાપને કોઈ પણ જાતની ઇજા ના થાય તે જોતા રેસ્કયુ કરીને સહી સલામત જંગલમાં છોડી આવ્યા 

આમ બળદેવભાઈ રાવળ સાહેબે રેસ્કયુ ટીમ પહોચે તે પહેલા તમામ શિક્ષકોની અને ગામ લોકોની મદદ થી રૂમમાં ગભરાઈ ગયેલ અંજલિ બેન ઠાકોરને બહાર કાઠી હતી.

હાજર તમામ સૌવ લોકોના જીવ અધ્ધર હતા અને ખુબજ સુજબુજ થી રેસ્ક્યુ પાર પાડીયુ 

આમ આજ રોજ બનેલી ધટના થી ખુબ મોટી ધટના ટણી એક લાડકી દિકરી બચાઈ ને એક અબોલ જીવ બચાવને હેમ ખેમ જંગલ મા છોડી આવ્યા

તમામ નો ખુબ ખુબ આભાર પાટણ જીવદયા પ્રેમી ભરતભાઇ ઠાકોર ગુલાબખાન બલોચ અને પ્રાથમિક શાળાના તમામ શિક્ષક બળદેવભાઈ રાવળ નો આભાર માન્યો હતો.

રિપોર્ટર :-રાજેશ જાદવ પાટણ