આદિપુરમાં આગનો બનાવ 

આદિપુરનાં વોર્ડ ૬ બી વિસ્તારમાં આવેલી એક બંધ ઓરડીમાં આજે બપોરે અચાનક આગ ભભુકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ જેને કારણે આ વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. આ અંગે આ વિસ્તારનાં રહીશોએ તાત્કાલિક નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમને જાણ કરતાં ફાઈટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે ઘસી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઓરડીમાં રહેલો સરસમાન બળીને ખાખ થઈ ગયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યો છે.

*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*