વાંકાનેરના લાલપર નજીક જીનમાં કલર કામ કરતાં યુવાનનું વિજશોર્ટથી મોત
વાંકાનેરના લાલપર ગામ પાસે સીમમાં આવેલ જીવનધારા કોટન જીનમાં કલર કામ કરવાની કામગીરી ચાલી રહી હતી દરમિયાન યુવાન કલરકામ કરતાં સમયે વીજ વાયરને અડી જતા તેને વીજ શોર્ટ લાગ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હત
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના જુના રાજાવડલા ગામે રહેતો મોહીનભાઈ ઝાકીરહુસેનભાઇ ડંડીયા (૨૩) વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ જીવનધારા કોટન જીન ખાતે કલર કામ કરવાની કામગીરી કરી રહ્યો હતો દરમિયાન કલરકામ કરતાં સમયે તે વીજવાયરને અડી જતા તેને ઈલેક્ટ્રીક સોર્ટ લાગ્યો હતો અને તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવવાની વાંકાનેર સિટી પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી