અંતરિયાળ વિસ્તાર એવા રાણપુર અને ચિખલામાં 3 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકારના કૃષિ અને ઉર્જા મંત્રીએ મુલાકાત લીધી હતી અને ઉર્જા વિભાગના અધિકારીઓને કામગીરી કરવા સૂચના આપી હતી જેના પગલે ગણતરીના 10 દિવસોમાં જ કામગીરી પૂરજોશમાં ચાલતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે વાત કરવામાં આવે તો ત્રણ ઓક્ટોબરે રાજ્ય સરકારના કૃષિ અને ઊર્જા મંત્રી મુકેશ પટેલ માં અંબાના ધામ અંબાજી દર્શનાર્થે પહોંચ્યા હતા. કૃષિ અને ઉર્જા મંત્રીએ અંબાજી મંદિરમાં દર્શન કરી અંબાજી નજીક ચિખલા અને રાણપુર વિસ્તારની મુલાકાત લીધી હતી. તે સમયે રાણપુરના સ્થાનિક લોકોએ કૃષિ અને ઊર્જા મંત્રીને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં લાઈટની વિકટ સમસ્યા છે જે બાબતે સ્થળ પર જ કૃષિ અને ઊર્જા મંત્રીએ ઉર્જા વિભાગના અધિકારીઓને કામગીરી કરવા સૂચના આપી હતી અને તે સૂચના અને લઈ ગણતરીના દસ દિવસમાં જ કામગીરી પૂરજોશમાં ચાલતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે પ્રથમ ફેજ ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ વિસ્તારના લોકોને વીજળી પણ મળી જશે..

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી