સરકારે લોકસભામાં 2000 રૂપિયાની નોટને લઈને જાણકારી આપી
2018થી 2020ની વચ્ચે આવી નોટની સંખ્યા વધતી જોવા મળી હતી
અત્યાર સુધીમાં કુલ મળીને લગભગ 2.5 લાખ નકલી નોટ પકડાઈ ગઈ છે

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

2000 રૂપિયની નકલી નોટને લઈને જો આપ પણ ટેન્શનમાં છો, તો આપના માટે એક રાહતના સમાચાર આવ્યા છે. હકીકતમાં જોઈએ તો, સરકારે લોકસભામાં જાણકારી આપી છે કે પહેલાની સરખામણીએ બેંકિંગ સિસ્ટમમાં હવે નકલી નોટની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ છે. સરકારના જણાવ્યા અનુસાર, 2018થી 2020ની વચ્ચે આવી નકલી નોટની સંખ્યા ઝડપથી જોવા મળી રહી હતી. જો કે, હવે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકાર આ જવાબ તે સવાલ પર આપ્યો છે, જેમાં 2000 રૂપિયાની નકલી નોટની સંખ્યા અને તેના પર નિયંત્રણની રીત વિશે પૂછવામા આવ્યું હતું.

નાણામંત્રાલયના જણાવ્યા અનુસાર નકલી નોટનો પ્રવાહ રોકવા માટે સરકાર કેટલાય પગલા ઉઠાવી રહી છે. એનઆઈએ આવા તમામ કેસની તપાસ કરી રહી છે. જેમાં આવી નકલી નોટોનો ઉપયોગ થયો છે, તેમની ઓળખાણ કરવી અત્યંત મુશ્કેલ હતી. એનઆઈએ આવા કેસની તપાસના નિર્દેશ અલગ અલગ સુરક્ષા એજન્સીઓ સાથે શેર કરી રહી છે. એનઆઈએ આવા કેસની તપાસ કરી છે, જેમાં નકલી નોટનો ઉપયોગ કરીને આતંકવાદી ઘટનાઓને અંજામ આપે છે. તેના માટે એનઆઈએના ટેરર ફંડિંગ એન્ડ ફેક કરંસી સેલ બનાવામાં આવ્યો છે.

નાણારાજ્ય મંત્રી પંકડ ચૌધરીએ સદનમાં જાણકારી આપી હતી કે, વર્ષ 2021-22માં દેશની બેંકિંગ સિસ્ટમમાં 2000ની કિંમતની 13604 નકલી નોટ પકડાઈ હતી. જે સર્કુલેશનમાં રહેલી 2000ની કિંમતની તમામ નોટની ફક્ત 0.00063 ટકા છે. આપવામાં આવેલા જવાબ અનુસાર 2018થી 2020ની વચ્ચે આવી નોટની સંખ્યા વધતી જોવા મળી હતી. મંત્રાલય દ્વારા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાના આધારે આપેલી જાણકારી અનુસાર વર્ષ 2018 દરમિયાન 54776 નકલી નોટ પકડાઈ હતી. તો વળી 2019માં 90556 નોટ પકડાઈ હતી. અત્યાર સુધીમાં કુલ મળીને લગભગ 2.5 લાખ નકલી નોટ પકડાઈ ગઈ છે. આપવામાં આવેલી જાણકારી અનુસાર 90 ટકા નકલી નોટમાં સુરક્ષાના તમામ ચિન્હો હતા. પણ તેની ક્વાલિટી ખૂબ જ ખરાબ હતી.