કાંકરેજ તાલુકાના આકોલી ગામે ઝાઝુ માંનો પ્રથમ પાટોત્સવ કાર્યક્રમ કળોતરા પરિવાર દ્વારા ઉજવાયો...

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

કાંકરેજ તાલુકાના આકોલી ગામની . આકોલીના ગુડાસર તળાવ પાસે આવેલી ખાંભી આજે પણ પુજાય છે . ગોકુળ આઠમને દિવસે આખું ગામ હરખના હિલોળે ચઢયું છે ત્યારે ભીલડી પરગણાના ધણી અલીખાનનું આ ગામમાં આગમન થાય છે . સોળે શણગારથી રાજજમેઘરાજ કોતરાની એકની એક દીકરી સૂરજ ( ઝાઝુ ) ઉપર અલીખાનની મેલી નજર પડે છે અને થઈ જાય છે જંગ , ચાલો વાંચીએ , આ કળોતરાઓની મર્દાનગી અને જાણીએ દીકરી સૂરજની ભીતર પ્રગટેલી અગનજ્વાળાઓ ! કાકરેસી પરગણાના આકોલીનો નેહડો આજે હરખના હિલ્લોળે ચડ્યો છે . કોડભરી કન્યાઓ કેદિની જેની વાટ જોઇને બેઠી હતી એ કાળિયા ઠાકોરની ગોકુળ આઠમ આજ આંગણે આવીને ઊભી છે . ગામના ગોવાળોએ સીમમાંથી નેહ ભણી દોટ મૂકી છે . આખા આકોલી ગામ પર પણ - ધૂળની ડમરીઓ બાઝી છે . ઘડી બે ઘડીમાં અંધારું ગામને ઘેરી વળે છે , મંદિરે મશાલે પ્રગટે છે . ધીમે - ધીમે નેહડો આખો વાળુ - પાણીથી પરવારી ગામના પાદરે ભેગો થાય છે . મશાલોના ઝળાંહળાં અજ્વાળે ગોવાળો અલકમલકની વાતોમાં મશગૂલ છે . ગામનો ઢોલી ઢોલ ઉપર અને બાઇઓ એના તાલ ઉપર એક લય થયાં છે . સોળે શણગાર સજી નેહડાની બાઇયું આજે કાળિયા ઠાકોર ઉપર જાણે ઘેલી થઇ છે . બરાબર એ જ ટાણે ઘોડાના ડાબલા સંભળાય છે . આઠ - દશ બહારવટિયા જેવા લાગતા ઘોડેસવારોનો રસાલો આકોલીના ગોંદરે ઉતરે છે , મશાલના આછા અજવાળેય મેઘરાજ કળોતરા એમને તરત ઓળખી કાઢે છે . મીઠો આવકાર આપે છે . “ પધારો ... પધારો .. ભીલડી પરગણાનાં ધણી અલીખાન બાપુ . આજ અમારા ઢોલિયા પાવન કર્યાં બાપ " બાપુ માટે સાગ - સીસમના ઢોલિયા ઢળાયા . એના પર રજાઇયું બિછાવી છે . ટાઢા ગોળાના મીઠા પાણીના લોટા ધરી મેઘરાજ કહે છે , “ બાપુ , આજ જગત આખાનો બાપ કાળિો ઠાકોર મધરાતે જનમવાનો છે . અમે સૌ ઇની વાટ જોઇને બેઠાં છીએ . તમેય રાત પોરો રોકાઇ જાવ અને અમારા પરોણા બનો . જો ઉતાવળ જેવું કાંય હોય તો મધરાતે પ્રસાદ લઇને હાલ્યા જજો . અમારો ખૂબ આગ્રહ છે એટલે ના ન કહેતા ધણી . ” અફીણ ભરેલી આંખે અલીખાં હકારમાં માથું હલાવે છે . ભોળુડા ગોવાળ તો રાજીના રેડ થઇ જાય છે . એકાદ પોરો ખાઇને ઢોલી પાછો દાંડી પીટે છે . બાઇયું ગોપીની જેમ ગાંડી થેલી થઇને રાસ રમી રહી છે . સોળ શણગાર સજીને ઢોલીના ધબકારે યૌવન હિલ્લોળે ચડ્યું છે . આ બાજુ સીસમના ખાટલે આડે પડખે થયેલા અલીખાં ધારી ધારીને આ બધું જોઇ રહ્યા છે . દરેક જવાન બાઇયુંની ઉપર સૂબાની લુચ્ચી નજર ફરી રહી છે . ફરતી ફરતી આ નજર એક કન્યા પર ઠરીને ઠીક થઇ ગઇ . આ કન્યાનાં રૂપથી અલીખાં અંજાઇ ગયા . સોળેક વરસની એ કુંવારી કન્યા . મેધરાજ કળોતરાની એકની એક વ્હાલી દીકરી . નામ એનુ સૂરજ , લાડમાં સૌ એને ‘ ઝાઝુ ’ કહીને બોલાવે . આજના આ રૂડા અવસરે સજેલા સાજ શણગાર વચ્ચે ઝાઝુ સ્વર્ગની અપ્સરા જેવી લાગે છે . અલીખાંથી આ રૂપ જીવાયું નહીં . પડખે બેઠેલા મળતિયાને કોણી મારી પૂછ્યું - “ કોન હૈ યે લડકી ? " " બાપુ ! મેઘરાજ કળોતરાની કુંવારી દીકરી છે , ઝાઝુ . ” - “ ઠીક હૈ મેં નિકલતા હૈ તુમ યહાઁ કૈરો , કુછ ભી હો જાયે લેકિન યે લડકી મેરે જનાનખાને મેં ચાહિએ . ચંદ દિનોમઁ .. " અલીખાં મોતને નોતરું આપતો હોય એમ નશીલો આદેશ આપી ત્યાંથી વિદાય લે છે . મધરાતે ત્યાં રોકાયેલા અલીખાંના સિપાઇઓ ઝાઝુના બાપ મેધરાજને અંગતમાં મળે છે . બાપુનું કહેણ સંભળાવે છે , મેઘરાજ ઉપર જાણે વીજળી ત્રાટકી . એનો દેહ અને ગાત્રો થીજાઇ જાય છે . નસેનસમાં અગનજ્વાળા પ્રગટે છે . નિ : શબ્દ બનેલા મેધરાજને સિપાહીઓ ફરીથી સમજાવવાની કોશિશ કરે છે . “ માની જાઓ દેહાઇ , તમારી ઝાઝુ ભીલડીની રાણી બનીને રહેશે . તમારાં સાત કુળ તરી જશે . બાપુના બારે હાથ તમારા તડકામાં છાંયડો બની ઊભા રહેશે . લખમી ચાંલ્લો કરવા આવી છે . મોઢું ન ફેરવતા . " અને લાલ આંખ કરી ધમકીના સૂરમાં ઉચ્ચારે પણ છે કે , “ હાઇ પ્રેમથી માનશો તો બરાબર , નહીં તો આ બોત્તેર ગામનો ધણી એનું ધાર્યું કરશે . વાડામાંથી બોકડીયું ઉપાડે એમ તમારી ઝાઝુને ઉપાડી જશે અને તમે કાંય નહીં કરી શકો . સમય છે , માની જાઓ . ” 3 મેઘરાજ ગમ ખાય છે . એમના ભાઇઓને એક ખૂણામાં બોલાવી બધી વાત કરે છે . બધા આગવી કોઠાસૂઝથી કામ લે છે . છ મહિનાની મુદત પછી ઝાઝુને વાજતે - ગાજતે પરણાવવાનો વળતો ઉત્તર આપે છે . હરખપદુડા સિપાઇડા ઉતાવળે ત્યાંથી ભીલડી ભણી ઘોડા દોડાવી મૂકે છે . એક રાતની આફત ટળી પણ આયખાની આફત શી રીતે ટાળવી ? રાતનો પ્રસંગ હેમખેમ ઉલેચી કાળિયા ઠાકોરના આશીર્વાદ લઇ બીજા દિવસે કળોતરા ઠાકરધણીના મંદિરે ભેગા મળે છે . પંચ અને સમજુ માણસો લાંબી ચર્ચા બાદ એક તખ્તો ગોઠવે છે . એ જ ધડીએ ઠાકરધણીને નૈવેદ્ય ચડાવી આગેવાનોના તખ્તા મુજબ જુવાનિયા નેસડાની બાજુમાં આવેલા છ - સાત વીધાના ખેતરમાં ઊંડી ખાઇ બનાવવા લાગી જાય છે . ચાર મહિનાની લગાતાર મહેનતના અંતે અલીખાંનો છેલ્લો ઉતારો તૈયાર થાય છે . બાવળ - બોરડી , દારૂગોળો ભરેલા પોલા વાંસ , જલદ પદાર્થો સળગી શકે તેવા સૂકા લીમડા , છાણાં વગેરે ગોઠવી મોતનો સામાન તૈયાર કર્યો . એના પર જમીન જેવી જમીન ગોઠવી વાડ કરી દીધી . માત્ર એક જ દરવાજો ! મહા મહિનાની રાતે અલીખાં આકોલીના આંગણે જાન લઇ ઝાઝુને પરણવા આવ્યો . તમામ વર્ણના લોકો આ જાનૈયાને જોવા ટોળે વળ્યા . સૌ નિ : સાસા નાખે છે અને પ્રાર્થના કરે છે , “ હે ઠાકરધણી અમારી ઝાઝુને બચાવી...મૂછમાં મલકાતો અલીખાં વરરાજા રૂપે એના રસાલા સાથે ઉતારે ઉતર્યો . વાળું પાણી બતાવી મોબાઇ પડખે થયાં . ઘડિયો લગ્ન અને કન્યા વિદાયનાં મીઠાં મધુરાં સપનાં જોતાં જોતાં અલીખાંની આંખ ક્યારે મળી ગઇ તેની પણ ખબર રહી નહીં . આ બાજુ જુવાનિયાઓએ તકનો લાભ લઇ દીવાસળી ચાંપી . ભડ ભડ થતી ચિતા વચ્ચે ' યા અલ્લાહની ચીસો ગૂંજી ઊઠી . બચવા માટે જે દરવાજે ભાગતા એમને કોતરા નાખિર્સની જેમ વધેરી નાખતા , અલીખાંના બારસો સાથીદારો સામે બસો - ત્રણસો કોતરાનું યુદ્ધ ખેલાયું . કેટલાય કપાયા , કેટલાય માયા , પણ જેના માટે આ બધું થયું તે અલીખાં જીવતો હતો . ઝાઝુ એને અગનજ્વાળા ભરી નજરે તાકી રહી હતી . પોતાની નજર સામે પોતાના વીરાઓને મરતા જોઇ ક્રોધે ભરાયેલી ઝાઝુએ ચંડી રૂપ ધર્યુ . ઠાકરધણીના મંદિરમાંથી ઉપાડી તલવાર લઇ રસાલામાં કૂદી પડી . ક્ષણ બે ક્ષણમાં તો ચંડીરૂપ ધરેલી ઝાઝુએ તલવારના એક ઝાટકે અલીખાંનું માથું ધડથી અલગ કરી દીધું . વીરાંગનાનું આ ‘ જગદંબા ' રૂપ જોઇ અલીખાંના બચેલા સાથીદારો ફફડીને મરી ગયા . શબોના ખડકલા અને લોહીની નદીઓ વચ્ચે યુદ્ધ શાંત થયું . પણ બીજા દિ'ની સવારે આકોલીનો કલ્પાંત જોયો તો ન હોતો . મા ઝાઝુ જાણે ડાકણ જેવી લાગતી હતી . પોતાના વ્હાલસોયા વીરા ગુમાવ્યા પછી એ સૂઝબૂઝ ખોઇ બેઠી . એક - એક મડદાને ચૂમી જાણે માફી માગતી હતી . પોતાની ભાભીઓ , કાકીઓ અને નાનાં ટાબરીયાંઓનો કરૂણ કલ્પાંત અને અંદરથી ચીરી નાખતો હતો . એના અંતરમાં પ્રગટેલી અગનજ્વાળાઓ હજુ શાંત થઇ નહોતી . કોઇનું ગજુંય ન હતું કે મા ઝાઝુ ને વારી શકે . છેલ્લે ટાણે પોતાના છૂટા કેશ અને મસ્તક નમાવી ઝાઝુ વેણ ઉચ્ચારે છે , “ હે ભગવાન , મારા રૂપે મારા ભાઇઓનો દાટ વાળ્યો . કળોતરાનાં કેટલાંય કુટુંબોનું નખ્ખોદ કાઢ્યું . હું જ અભાગી છુ . મારા જ કારણે આ બધું થયું છે . મને આ ધરતી ઉપર જીવવાનો કોઇ અધિકાર નથી . જો હું તન , મન અને વિચારોથી પવિત્ર હોઉ તો મને તમારામાં સમાવી લો . " અને જાણે ચમત્કાર થયો . ધરતી ધ્રૂજી , ધૂળની એકાદ ડમરી ઊડી અને મા ઝાઝું ધરતીમાં સમાઇ ગયાં . ગાંડા ઘેલા થયેલા મેઘરાજ ઝાઝુ ... ઝાઝુ ... દીકરી ... દીકરી ... કરતા ગયા પણ ત્યાં તો થોડાં ફૂલ હાથમાં આવ્યાં . તરત જ ગેબી વાણી થઇ . આ અવાજ મા ઝાઝુનો હતો . “ મારા ભાઇઓ , કાકા , બાપા ... હું જાઉં છું . મને માફ કરજો , મારા રૂપે તમારો દાટ વાળ્યો , પણ મારી એક વાત માનજો . વે તમે સુખેથી અહીં નહીં રહી શકો . એટલે કારજ પતાવી સોળમા દિ ’ ની સવારે આકોલી છોડી દેજો.જે ધરતી ઉપર જન્મીને મોટા થયા હતા એ જ ધરતીએ તમારું નખ્ખોદ વાળ્યું છે . હવે કોઇ દિ ' એ ધરતી બાજુ લમણો ના વાળતા . દુ : ખ આવે તો મને યાદ કરજો . કાળી રાતે તમારી વ્હારે દોડી આવીશ . " ત્યારબાદ કારજ પતાવી કળોતરાએ ઉચાળા ભર્યા . મા ઝાઝુ જ્યાં લઇ જાય ત્યાં ખરી , એ વિશ્વાસે ચારે દિશામાં રાશ - મોયડા વગરનાં છૂટાં ગાડાં અને છૂટા બળદ દોડાવી મૂક્યા . આજનો દિ ' અને કાલની રાત . કળોતરાઓએ આકોલી તરફ પાછું વાળીને જોયું નથી . આ ઘટના વિક્રમ સંવત 1300 પોષ સુદ દશમને શનિવારના દિવસે ઘટી , જેની ખાંભી હાલે આકોલીના ગુડાસર તળાવની પાસે પુજાય છે ......