બનાસકાંઠા જિલ્લામાં જે લોકોને રહેવા માટે ઘરના હોય તેવા લોકો માટે જિલ્લાના ડીસા નગરપાલિકા દ્વારા સૌ પ્રથમવાર રેન બસેરા બનાવામાં આવ્યું છે.આ રેન બસેરામાં જે ઘર વિહોણા 70થી વધુ લોકો આ રેન બસેરામાં આશ્રય લઈ રહ્યા છે.છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં ઘરવિહોણા પરિવાર હાઇવે રોડ પર તેમજ સાધુ સંતો તેમજ ભિક્ષુક લોકો રેલ્વે સ્ટેશન પર આમતેમ ફરી પોતાનું ગુજરાત ચલાવી રહ્યા છે. તેમજ અસ્થિર મગજના લોકો પણ રોડ પર રહી પોતાની જિંદગી વિતાવી રહ્યા છે.જેના કારણેઅનેક વાર રોડ પર અકસ્માતનો ભય પણ સતાવતા હોય છે પરંતુ આ પરિવાર પાસે ઘર ન હોવાના કારણે આ પરિવાર આમતેમ રોડ પર ફૂટપાથ પર તેમના નાના બાળકો સાથે તેમનું ગુજરાન ચલાવતા હોય છે.
આ લોકોને રહેવા માટે સારું ઘર મળી રહે તેમજ જમવા માટે સારું ભોજન મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લાના ડીસા નગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની ગ્રાન્ટ માંથી સૌપ્રથમવાર રેન બશેરા બનાવવામાં આવ્યું છે આ રેન બસેરામાં જે લોકો ફૂટપાથ પર તેમજ ખુલી જગ્યામાં તેમજ રેલવે સ્ટેશન પર રહેતા સાધુ સંતોને આ રેન બશેરામાં આશ્રયઅપાઈ રહ્યો છે. આ રેન બસેરા તેમનો આધાર બન્યો છે.તેમજ આ રેન બસેરમાં અત્યારે 70 થી વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાના ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કરએ જણાવ્યું હતું કે ડીસામાં કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી ડીસામાં સૌપ્રથમ વાર રેન બસેરા બનાવવામાં આવ્યું છે. જે લોકો તેમની પાસે ઘરની કોઈ વ્યવસ્થા નથી કોઈ સગવડ નથી જેમ કે રેલ્વે સ્ટેશન ખાતે રહેતા સાધુ સંતો તેમજ ભિક્ષુક તેમજ કોઈ મજૂરી કરવા માટે બહારથી આવેલા લોકો જેમને રહેવા વ્યવસ્થા ન હોવાથી તેવા લોકોને રહેવા માટે સગવડ મળી રહે.
ડીસા નગરપાલિકા દ્વારા રેન બસેરા બનાવવામાં આવ્યું છે. જેમાં તમામ લોકોને આશ્રય આપવામાં આવે છે. તેમજ ડીસા આજુબાજુના તેમજ રાજસ્થાન થી દવાખાને ડીસા ખાતે આવ્યા હોય તેમના સગા વાલાને પાસે રાત્રે રોકાવાની કોઈ વ્યવસ્થા ન હોય તેવા તમામ લોકોને રહેવા માટે રેન બસેરામાં સગવડ પુરી પાડવામાં આવે છે.
આ રેન બસેરામાં રહેતા 70થી વધુ લોકોને બે ટાઈમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જે લોકોના આધાર પુરાવા નથી તેવા લોકોને મા કાર્ડ, આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ ,ઓળખકાર્ડ તેમજ સરકારની વિવિધ યોજના ના તમામ લાભો પુરા પાડવામાં આવે છે.તેમજ આ રેન બસેરામાં રહેતા લોકોને રાશન કીટ મળી રહે તેવી નગરપાલિકા દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવે તેમજ તેમના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે આંગણવાડીના માધ્યમથી તેમના બાળકોને અભ્યાસ પૂરુ પાડવામાં આવે છે.
અને ખાસ કરીને આ રેન બસેરામાં રહેતા દિવ્યાંગ લોકોને જેમને કોઈ રોજગારી માટે સાધન નથી તેવા લોકોને રોજગાર માટે તાલીમ પણ આપવામાં આવે છે. તેમજ આ રેન બસેરામાં રહેતા તમામ લોકોનું મહિનામાં ત્રણ વાર તેમનું હેલ્થ ચેકિંગ પણ કરવામાં આવે છે.જેથી ડીસામાં જે લોકોને રહેવા કોઈ સગવડ ન હતી તેમને ડીસા નગરપાલિકા દ્વારા બનાવે રેન બસેરા આ ગરીબ પરિવારને આધાર બન્યો છે.