ન જાતિવાદ,ન પ્રાંતવાદ,અબ ચલેગા સિર્ફ વિકાસવાદ" શ્રી નરેન્દ્ર મોદી વિચાર મંચ સંકલ્પ 2022 યાત્રા અંતર્ગત સૌરાષ્ટ્ર શુભેચ્છા પ્રવાસમાં રાષ્ટ્રીય સંસ્થાપક અને સંયોજક આદરણીય શ્રી રવિ ચાણક્યજી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી ચેહરભાઈ દેસાઈ આજરોજ બોટાદ જિલ્લાના પ્રવાસ અંતર્ગત બોટાદ સર્કિટ હાઉસ ખાતે પધારેલ.જેમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રૂપાભાઈ રાઠોડ,વિધાનસભા અધ્યક્ષ મયુરસિંહ ભાટી,ગણપતભાઈ કણઝરીયા,રાજુભાઈ વોરા,દલસુખભાઈ અમદાવાદી,અશોકભાઈ મેર સમ્રાટ,ઉપેન્દ્ર ભાઈ,હરદેવસિંહ ગોહિલ,ભરતભાઈ ખાચર,દક્ષેશભાઈ,જીગ્નેશભાઈ, ઉપસ્થિત રહેલ.જેમાં બોટાદ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈટી શેલના પ્રમુખ પદે ગૌરક્ષક અને કાઠિ ક્ષત્રિય સમાજ ગુજરાત પ્રદેશ સહમંત્રી સામતભાઈ જેબલિયાની નિમણૂક કરવામાં આવેલ.
સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણ્કયજી ને તથા પ્રદેશ અધ્યક્ષ ચેહરભાઈ દેસાઈ બન્નેને રજવાડી સાફા બાંધી શકિત રૂપેણ તલવાર અપઁણ કરી રજવાડી ઠાઠથી સન્માન કરેલ.
ત્યારબાદ રવિ ચાણક્યજીએ રાષ્ટ્રવાદ ના વિચારોથી સૌ કાર્યકરોને મંત્ર મુગ્ધ કરેલ અને સૌને રાષ્ટ્ર સેવા કાર્ય કરવાનો ઉત્સાહ વધારેલ.ત્યારબાદ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સારંગપુર ખાતે દાદા ના દર્શનાર્થે પધારેલ અને કોઠારી શ્રી વિવેક સાગર સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કરેલ.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.