વાંકાનેરના દિગંબર મંદિર ખાતે સ્વ કિશોરચંદ્ર અમૃતલાલ શાહની પુણ્યતિથી નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયોવાંકાનેરના દિગંબર મંદિર ખાતે સ્વ કિશોરચંદ્ર અમૃતલાલ શાહની પુણ્યતિથી નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
વાંકાનેરમાં આવેલ દિગંબર મંદિર ખાતે સ્વ કિશોરચંદ્ર અમૃતલાલ શાહની પુણ્યતિથી નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા, અને રૂગનાથજી મંદિરનારેવદાસબાપુતેમજ સંતો મહંતો અને રાજકીય આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પમાં ૯૪ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને આ રક્તની બોટલો રાજકોટની લાઈફ બેંકને આપવામાં આવી છે આ કેમ્પને સફળ બનાવવા માટે અમિતભાઈ શાહ અને શીતલબેન અમિતભાઈ શાહ સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, અત્યાર સુધીમાં અમિતભાઈ શાહ અને શીતલબેન દ્વારા ૧૫ કેમ્પ કરવામાં આવેલ છે અને ૧૬ મો કેમ્પ યોજાયો હતો જેમાં સેલફી પોઈન્ટ પણ રાખવામા આવ્યો હતો