વડોદરા જિલ્લાના ડભોઇ મહેદવીયા સાર્વજનિક હાઈસ્કુલ ખાતે ખાસ ઈદે મિલાદ પર રક્તદાન શિબિરનું આયોજન કરાયું
વડોદરા જિલ્લા ના ડભોઇ મહેદવીયા સાર્વજનિક હાઈસ્કુલ ખાતે ખાસ ઈદે મિલાદના મોકા પર
રક્તદાન શિબિરનું આયોજન કરાયું.
જમિયતે ઉલમાએ હિન્દ ડભોઇ યુનિટી ફાઉન્ડેશન ડભોઇ તેમજ
એસએસજી બ્લડ બેન્ક વડોદરા ના સલગ્ન ઉપક્રમે ખાસ ઈદે મિલાદુન નબી
પર્વ નિમિત્તે દર વર્ષ ની જેમ ત્રીજા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું.
જમીયતે ઉલમાએ હિન્દ અને યુનિટી ફાઉન્ડેશન ડભોઇ ના કાર્યકરો
અવારનવાર સામાજિક સેવાભાવી કાર્યો કરવા તત્પર રહે છે જેવા કે
શિયાળામાં નિરાધાર લોકોને ગરમ ધાબડા આપવા ગરીબો અને યતિમોને
અનાજ ની કીટનું વિતરણ કરવું સરકારી યોજનાઓ દરેક નાગરિક સુધી
પહોંચાડી યોજનાઓનો લાભ લેવા માહિતગાર કરવા સરકારી કામકાજ
હેતુના ની સુલ્ક ફોર્મ ભરી આપવા શિક્ષણ ક્ષેત્રે નિષ્ણાતો દ્વારા સમજ આપવી
તેમજ બ્લડ ડોનેશન કેમનું આયોજન કરી જરૂરત મંદો સુધી રક્ત મળી રહે
તેવી સુવિધાઓ આપી દરેક સમાજના લોકોને મદદરૂપ નિવડી રહ્યા છે. તેવામાં
આજરોજ ડભોઇ
મહેદવિયા સાર્વજનિક હાઇસ્કુલ ખાતે ઈદે મિલાદુન નબી ના ખાસ મોંકા પર
ત્રીજો બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું હતું જેમાં નગરના રક્ત દાતાઓ
દ્વારા 100 યુનિટ રક્તનું દાન કરાય છે