તારીખ ૮-૧૦- ૨૦૨૨ ના રોજ પાવીજેતપુર તાલુકાની ડુંગરવાટ પ્રાથમિક શાળા નં ૨માં ૩૨માં સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાનો સ્થાપના દિવસ ૦૮-૧૦-૧૯૯૦ છે આ મહોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ તેમના વાલીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને શાળાના બાળકોએ વેશભૂષામાં નાટક, એકપાત્રીય અભિનય, એકાંકી જેવા વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા.

          આ કાર્યક્રમના ભાગરૂપે તે સમયના પ્રથમ બેચ અને બીજી બેંચ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ શાળામાં અભ્યાસ કરીને સરકારી નોકરીમાં લાગેલા દરેક કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. શાળામાં અભ્યાસ કર્યો હોય અને રાજકીય ક્ષેત્રે જેમ કે સરપંચ તાલુકા ડેલીકેટ તેમજ રાજકીય અને સહકારી ક્ષેત્રમાં સેવા આપી હોય તેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રણજીતભાઈ બારીઆ તેમજ શાળા માં સેવા બજાવેલ ભુતપુર્વ શિક્ષકો ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં