દાંતા તાલુકા ના અનેકો વિસ્તારો માં વાતાવરણ માં પલટો, કમોસમી વરસાદી છાંટા થી ખેડૂતો ચિંતિત

દાતા તાલુકામાં આદિવાસી જનજાતિ ની વસ્તી મોટી સંખ્યામાં વસવાટ કરે છે તો મોટાભાગે લોકો ખેતી અને મજૂરી પર નિર્ભર કરતા હોય છે .આજે વહેલી સવારથી દાતા તાલુકાના અનેકો વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તો દાતા તાલુકામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. દાતા તાલુકાના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પણ ચાલુ થયા હતા. જેને લઈને દાતા તાલુકામાં ખેતી પર નિર્ભર લોકો ચિંતા થી ઘેરાયા હતા .હાલમાં કમોસમી વરસાદી છાંટા થી ખેડૂતો ની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે .તો ભારી વરસાદ પડે તો ખેડૂતોને પાકને નુકસાન થવાની ભીતિ પણ સર્જાઈ રહી છે .

યાત્રાધામ અંબાજી સહિત અને કોઈ વિસ્તારોમાં પણ ગઈ મોડી રાત્રે થી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો તો અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. 

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી