સુરત શહેર માં કામરેજના ધારાસભ્યની મિલકત જપ્ત કરવાનો આદેશ થયો.
કામરેજના ધારાસભ્ય વી ડી ઝાલાવાડિયાની મિલકત જપ્ત કરવાનો કોર્ટે આદેશ કર્યો છે. અકસ્માતમાં 15 લાખનું વળતર નહીં ચૂકવતા 27. 75 લાખની મિલકત જપ્તીનો આદેશ કરાયો છે. સીમાડા પાસે ઝાલાવાડિયાની રોંગ સાઇડમાં પાર્ક કરેલી ટ્રકમાં ઘૂસી જતાં તેનું મોત નિપજ્યુ હતું. જ્યારે ટ્રકની પાર્કિંગ લાઈટ પણ ચાલુ ન હતી.
જોકે, ઝાલાવાડિયાએ ટ્રક વેચી દીધી હતી પરંતુ ટ્રાન્સફર કરાવ્યું નહોતું. તેથી હવે તે અપીલમાં જશે.
સુરત કોર્ટના આદેશને લઈને હાલ ભાજપ છાવણીમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. 2016માં સીમાડા કેનાલ રોડ પર રોંગ સાઈડમાં પાર્ક કરેલી ટ્રકમાં ડ્રાઇવર લાઈટ ચાલુ રાખી ન હતી. તેને કારણે વરાછા વિસ્તારમાં વિશાલ નગરમાં રહેતો નામનો યુવક ટ્રકમાં ધડાકાભેર ઘૂસી ગયો હતો. અકસ્માતમાં યુવકનું મોત થયું હતું. જોકે આ મામલે યુવકના પરિવારે ફરિયાદ કરતા કોર્ટે આ કેસમાં સુરત કામરેજ વિધાનસભાના ધારાસભ્ય ઝાલાવાડિયાની પત્નીના નામે અને ઝાલાવાડિયાની માલિકીની આ ટ્રક હોવાને લઈને માર્ચ મહિનામાં જ હુકુમ કર્યો હતો કે, આ પરિવારને 15 લાખ વળતર પેટે ચૂકવી દેવામાં આવે, પરંતુ ધારાસભ્ય દ્વારા રૂપિયા ન ચૂકવવાતા આખરે સુરત કોઠે 24. 75 લાખની મિલકત જપ્તીનો આદેશ કર્યો છે.
જોકે, આ 15 લાખ નહીં ચૂકવતા કોર્ટે 9 ટકાના વ્યાજ સાથે આ 15 લાખની રકમને 24. 75 લાખની રકમ ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો છે. તેને લઈને ભાજપની છાવણીમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. જોકે, ઝાલાવાડિયાનું કહેવું છે કે, આ મામલે તેઓ હવે અપીલમાં જશે. કારણ કે, આ ટ્રક તેમની પત્નીના નામે હતું તેને વર્ષો વીતી ગયા છે, પરંતુ નામ ટ્રાન્સફર કરાયું નહોતું. બીજી બાજુ, ધારાસભ્યે કોર્ટના આદેશની અવગણના કરીને હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.