પોલીસ જાપ્તા માંથી ભાગેલ આરોપીને ગણતરીના દિવસોમાં પકડી લેતી પોલીસ

અપહરણ નાં ગુનામાં વારાહી પોલીસે અટક કરેલ આરોપી ઠાકોર રાહુલજી હીંગોળજી જીતાજી રહે.ભદ્રીવાડી તા.કાંકરેજ જી.બનાસકાંઠા વાળા તા.૨૮ ના રોજ મેડિકલ ચેકઅપ દરમિયાન વારાહી પોલીસ જાપ્તામાંથી ભાગી છુટતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો અને નાશી ગયેલ આરોપી ને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે પોલીસ દ્વારા ટુકા દિવસોમાં જ ભાગી છુટેલા આરોપીને ઝડપી લેવા માં સફળતા સાપડી છે.

વારાહી પોલીસ જાપ્તા માંથી ભાગી છુટેલા આરોપીને ઝડપી લેવા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલની સુચના આધારે પો.ઇન્સ. આર.કે અમીન એલ.સી.બી. પાટણ નાઓએ પાટણ એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફર્લો, તથા પો.સ્ટે.ના માણસોની ટીમો બનાવી તપાસ નાં ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે પોલીસ ને હકીકત મળેલ કે સદરી આરોપી રાધનપુર મુકામે છે જે બાતમીના આધારે ટીમે ધટના સ્થળે પહોંચી આરોપી ઠાકોર રાહુલજી હીંગોળજી જીતાજી રહે ભદ્રીવાડી તા કાંકરેજ જી.બનાસકાંઠા ને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

રિપોર્ટ:-રાજેશ જાદવ પાટણ