બોટાદ લઠ્ઠાકાંડમાં AMOS કંપનીના ડિરેક્ટરો સામે પોલીસે કડક તપાસ શરૂ થઈ છે.
અલબત્ત SIT દ્વારા ચાર પૈકી બોડકદેવ અને સેટેલાઇટમાં ડિરેક્ટરોના ઘરે તપાસ દરમિયાન બે ડિરેક્ટરો મળી આવ્યા છે બંને ડિરેક્ટરો ચંદુ પટેલ અને પંકજ પટેલને હાજર રહેવા નોટિસ આપવામાં આવી છે.
બરવાળા પોલીસ દ્વારા ડિરેક્ટરને સમન્સ પણ પાઠવવામાં આવ્યુ અને ચારેય વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી. જ્યારે એક ડિરેક્ટર રજત ચોક્સી ઘર બંધ કરીને ફરાર થઈ ગયા છે. તે ઉપરાંત સમીર પટેલ સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.

ગુજરાતમાં થયેલા લઠ્ઠા કાંડમાં આરોપી સમીર પટેલ કેટલાય દિવસથી પોલીસને હાથમાં આવતો નથી તેવા સમયે સમીર પટેલ જો દેશ છોડીને ભાગી જાય નહિ તે માટે લુક આઉટ નોટિસ જારી કરાઈ છે.

AMOS કંપનીનો માલિક સમીર પટેલ રાજકીય વગ ધરાવે છે. રાજ્યના એક પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સાથે પણ સારા એવા સબંધ હોવાનું કહેવાયછે. સમીર પટેલ કે જે બેટ દ્રારકા મંદીર ટ્રસ્ટમાં ઉપપ્રમુખ છે. સમીર પટેલે રાજકીય વગનો ઉપયોગ કરીને લાયસન્સ પણ રિન્યુ નથી કર્યું.
નોંધનીય છે કે, અમદાવાદના પિપળજમાં ગેરકાયદેસર કેમિકલનો ધંધો ચાલે છે.આ કેમિકલ કંપનીઓ સરકારી નિયમોને ઘોળીને પી રહી છે.અમદાવાદના પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી AMOS કંપનીમાં મેનેજરની નોકરી કરતાં જયેશે ગોડાઉનમાંથી કેમિકલની ચોરી કરી બુટલેગરોને આપી હતી. જે બાદમાં તેમાં પાણીનું મિશ્રણ કરી બુટલેગરો દેશી દારૂ તરીકે વેચાણ કરતાં હતા. જેથી હવે આ લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલ કાંડ હોવાનો ખુલાસો થયો છે.