સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં વઢવાણ, મુળી, ધ્રાંગધ્રા તાલુકાના 31 ગામોના સરપંચો અને ગ્રામજનો પાણી પ્રશ્ને હલ્લા બોલ કર્યો હતો.જ્યાં નર્મદાના પાણીથી વંચીત ગામોને 8 દિવસમાં પાણી આપવા મંજુરીની માંગ કરી હતી.જો સરકાર તેમ નહીં કરે તો આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની કોઇ પણ રાજકીય પક્ષના આગેવાનો અને કાર્યકરોને ગામમાં પ્રવેશ નહીં આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદાનો સૌથી વધુ લાભ મળ્યો હોવાની સરકાર દાવાઓ કરી રહી છે.ત્યારે બીજી તરફ ત્રણ તાલુકાના 31 ગામોના સરપંચોએ નર્મદાના પાણી માટે આંદોલનના મંડાણ કર્યા છે. વઢવાણ, મુળી અને ધ્રાંગધ્રા તાલુકાના રૂપાવટી, ખોડુ, કુંતલપુર, રાયગઢ, મોટાઅંકેવાળીયા સહીતના 31 ગામોને નર્મદાનું પાણી આપવા માંગ કરી છે. આ ગામો દ્વારા અગાઉ પણ નર્મદાના પાણી માટે આંદોલન કરવામાં આવ્યું હતુ.પરંતુ માત્ર આશ્વાસન મળતા રોષે ભરાયેલા ગામના સરપંચ અને આગેવાનો કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા દોડી આવ્યા હતાં.જ્યાં મૂળી તાલુકાના ટીકર, દિગસર, પાંડગરા, સરા, જેપર, સરલા, કળમાદ,દુધઇ, કુંતલપુર, લીયા, દાણાવાડા, વઢવાણ તાલુકાના રૂપાવટી, નગરા, અધેલી, ખોડુ, પ્રાણગઢ, વેળાવદર અને ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર,ગુજરવદી, ધોળી, નારીચાણા, મોટાઅંકેવાળીયા, રામપરા, ભેચડા, ગાજણવાવ,રાયગઢ, દેવચરાડી, કોંઢ, કલ્યાણપુર, રતનપર, ખાંભડા ગામના લોકોએ લેખીત આવેદન પાઠવી નર્મદાનું પાણી આપવા માંગ કરી હતી.આ અંગે રાવળીયાવદરના રસપંચ રતસિંહ ઠાકોર, વેળાવદર સરપંચ ભાણજીભાઇ શેખાવત,રામપરા સરપંચ રબારી વેરશીભાઇ, રૂપાવટી સરપંચ ગીરીરાજસિંહ ઝાલા, પાંડવરા સરપંચ ચકુભા સહિતનાઓએ આવેદન પાઠવી જણાવ્યુ કે અગાઉ રસ્તા રોકો, ટ્રેક્ટર રેલી જેવા આક્રમક કાર્યક્રમો આપ્યા બાદ ફેબ્રુઆરીમાસમાં ગાંધીનગર ખાતે રજૂઆત કરતા દોઢમાસમાં પાણી આપવાની હૈયાધારણ આપી હતી.પછી કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન છતા આજ દિવસ સુધી પાણી ન મળતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે. સરકાર દ્વારા પાણી આપવા અંગે 8 દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં નહીં આવે તો આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની તેમજ કોઇ પણ રાજકીય પક્ષના આગેવાનો અને કાર્યકરોને ગામમાં પ્રવેશ નહીં આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं