જિલ્લા કલેક્ટરશ્રી અમરેલીની સૂચના અનુસાર વેચાણ અને વહન કરનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી

 અમરેલી જિલ્લાના બાબરા મુકામે રાજકોટથી ઢસા જઈ રહેલા વાહન નં. જીજે-૧૨-૫૪૩૩માં અનઅધિકૃત્ત ૨૧,૩૫૭ લીટર પેટ્રોલીયમ પદાર્થનો શંકાસ્પદ જથ્થો જેની કિંમત રુ.૧૯,૭૮,૫૨૮ થાય છે, તે મળી આવ્યો હતો. આ જથ્થાનો નમૂનો લેવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લા કલેકટરશ્રીની સૂચના મુજબ તે અંગે રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં પેટ્રોલીય પદાર્થનો જથ્થો ધોરણસર ન હોવાનું તારણ સામે આવ્યું હતું. આ દરમિયાન આ જથ્થામાં પેટ્રોલીયમ હાઇડ્રોકાર્બન હોવાનુ સામે આવ્યું હતું, જેના અનુસંધાનમાં કલેક્ટરશ્રીના આદેશ મુજબ આ જથ્થાનું વહન અને વેચાણ કરનાર માલિક, ડ્રાઈવર અને ખરીદ વેચાણ અને વહન કરનાર સોહનલાલ જોધારામ બીશ્નોઈ, અશોકભાઈ@ જગુભાઈ બસીયા, રહે. મુ. સાણથલી, તા.જસદણ તથા સીગ્મા પેટ્રોકેમ, રાજકોટ, એકોર્ડ ઈન્ડસ્ટ્રીયલ ટ્રેડીંગ, રાજકોટ અને ઓમ એન્ટરપ્રાઈઝ વલસાડના માલિકો સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમન-૧૯૫૫ની કલમ-૩ અને કલમ - ૭ આઈ.પી.સી.ની કલમ-૧૮૬૦ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. આ ઈસમો સામે ઉક્ત બાબતે બાબરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તેમ મામલતદારશ્રી બાબરાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

રિપોર્ટર ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી .