જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આગામી દિવસોમાં ઇદ એ મિલાદ તહેવારને અનુલક્ષીને મિટિંગ યોજાઈ હતી. અને જુલુસ નીકળશે તે રૂટ નક્કી કરવામાં આવ્યા હતા. અને પીઆઇ જે.જે. ચૌધરીના અધ્યક્ષ સ્થાને મિટિંગનુ આયોજન કરાયું હતું. અને ઇદ એ મિલાદ તહેવારને શાંતિ પૂર્વક રીતે ઉજવણી કરવામાં આવી તેવી પીઆઇ દ્વારા અપીલ કરવામા આવી હતી. જેમાં તુર્કી સમાજ પ્રમુખ હનીફભાઈ કુરેશી, ફિરોજભાઈ, નિયાઝભાઈ,મજીદભાઈ ભાડલા, મન્સૂરી સમાજના શકીલભાઈ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ કમલેશભાઈ બારૈયા, પંડયાભાઈ, સંજયભાઈ બાંભણીયા, હાજર રહ્યા હતા.....

રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.