તળાજા તાલુકાના ફુલસર ગામે કેપી એનર્જી કંપનીનું કામ તાત્કાલિક અટકાવવાની માંગ સાથે તળાજા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું
તળાજા તાલુકાના ફુલસર ગામના માજી સરપંચ સહિતના કેટલાક લોકો દ્વારા આજે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે ફુલસર ગામની હદમાં કેપી એનર્જી કંપની દ્વારા ગ્રામ પંચાયતને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર ફુલસર ગામની હદમાં કામ શરૂ કરેલ હોય જે કામ તાત્કાલિકના ધોરણે અટકાવવામાં આવે તેવી માંગણી સાથે આજે તળાજા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સમયે કોંગ્રેસમાંથી ચૂંટાયેલ અને તળાજા તાલુકા પંચાયત સદસ્ય ઘુસાભાઈ ચોપડા પણ સાથે જોડાયા હતા