કસ્ટમ્સ પ્રિવેટિવ હેડક્વાર્ટર્સ જામનગર દ્વારા ’આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવણી અંતર્ગત પોરબંદર કસ્ટમ વિભાગના સહયોગથી સેમિનાર, સ્વચ્છતા અભિયાન તથા વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું.
કસ્ટમ્સ પ્રિવેટિવ હેડક્વાર્ટર્સ જામનગર દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવણી અંતર્ગત પોરબંદર કસ્ટમ વિભાગના કાર્યક્ષેત્રમાં આજરોજ ‘હેન્ડોક ઑફ હોપ શીર્ષક હેઠળ કસ્ટમ્સના વ્યાપારિક ક્ષેત્ર સાથેના સંબંધો પર સંવાદ તેમજ ઇમ્પોર્ટર–એક્સપોર્ટરને સુવિધાજનક સ્કીમો વિષેની જાણકારી આપતો એક સુંદર કાર્યક્રમ પોરબંદરના તાજાવાલા હોલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમનું ઉદઘાટન દીપ પ્રાગટ્ય દ્વારા પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા તથા ઉપસ્થિત ફિશ એક્સપોર્ટ એસોસિએશન, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઑફ કોમર્સ, ચેમ્બર ઑફ કોમર્સ તેમજ પોરબંદર જી.આઈ.ડી.સી. વેલ્ફેર એસોસિએશન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન, ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશન, રોટરી, જેસીઆઈ અને લાયન્સ કલબના પ્રમુખો તેમજ સભ્યોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
મંચ પર બિરાજીત મહાનુભાવોનું સૂતરની આંટી તેમજ ચરખા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોરબંદર ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અને મેજિસ્ટ્રેટ અશોક શર્મા તેમજ સુપરિટેડેંટ ઑફ પોલીસ ડો. રવિ મોહન સૈનીએ હાજરી આપી હતી. પ્રારંભિક પ્રવચન કસ્ટમ પ્રિવેટિવ જામનગરના પ્રિન્સિપાલ કમિશ્નર ડોક્ટર રામ નિવાસે કર્યું. પ્રાસંગિક વક્તવ્ય કલેક્ટર અશોક શર્માએ આપેલું તેમજ આભાર વિધિ જામનગર ફસ્ટમ હેડક્વાર્ટરના એડિશનલ કમિશ્નર ચુના રામે કર્યું. એ ઉપરાંત, કસ્ટમ જામનગર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ નટવરસિંહજી ક્લબ, એમ.જી. રોડ ખાતે ગાંધીજીની વેશભૂષા માટે લિમ્કા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા એવોર્ડ વિજેતા કલાકાર જયેશ હિંગરાજીયા સાથે કસ્ટમ્સના જામનગર પોરબંદરના અધિકારીઓએ રસ્તાઓની સફાઈ કરીને ‘સ્વચ્છ ભારત, સુંર ભારત નો સંદેશો આપ્યો.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं