પોરબંદરમાં પંથકમાં મગફળીનું મબલક ઉત્પાદન થયું છે અને તેને ઉપાડવા માટે મોટી માત્રામાં મધ્યપ્રદેશ અને ગોધરા પંથકમાંથી ખેત મજુરો આવવાના શરૂ થઇ ગયા છે. ત્યારે પોરબંદર કોંગ્રેસ દ્વારા વાડી માલીકો સહિત પોલીસતંત્રને પણ અપીલ કરીને સાવચેતી અને સલામતી માટે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી અપીલ કરી છે.

પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાએ જણાવ્યું છે કે પોરબંદર પંથકમાં હજારો આવ્યો છે. હેકટર મગફળી સહીત ચોમાસું પાક તૈયાર છે અને મુખ્યત્વે મગફળીનું ઉત્પાદન થયું છે ત્યારે પોરબંદરના બરડા પંથક સહિત રાણાવાવ, કુતીયાણા વગેરે પંથકના ધરતીપુત્રો મગફળીની ખેત મજુરી માટે મધ્યપ્રદેશથી આવતા ખેતમજુરો અને ગોધરાના મજુરો ઉપર આશરો રાખે છે.

હાલમાં પોરબંદરના બસ સ્ટેશન ખાતે સવારે મોટી સંખ્યામાં વાડી માલીકો પોતાના ખેતરે ખેત મજુરીએ રાખવા માટે મજુરોને લેવા મજુરીએ રાખવા માટે મજુરોને લેવા માટે આવે છે. પોરબંદર પંથકના માયાળુ શકાય. ધરતીપુત્રો માત્ર ખેતમજુરોને જ નહીં પરંતુ તેના પરિવારજનોને પણ સારી રીતે સાચવે છે. પરંતુ કયારેક કયારેક એવું બને છે કે ખેતમજુરીએ આવેલા મજુરો પૈકી અમુક મજુરો નાના મોટા ગુન્હા સાથે સંકળાયેલા હોય છેઅને અહીંયા આવીને પણ તેઓ નાના મોટા ગુન્હા કરે છે. ઘણી વખત ભુતકાળમાં ખુન, લુંટ ચોરી જેવા ગંભીર ગુન્હોઓને પણ આ મજુરો દ્વારા અંજામ આપવામાં આવ્યો છે.